મોરબીમાં લેન્ડ ગ્રેબિંગના ગુનામાં પકડાયેલા આરોપીઓના શરતી જામીન મંજૂર
ટંકારા તાલુકામાં લોકોને ગામડે જ ઈ-ગ્રામ અને ડિજિટલ સેવાસેતુથી ૫૫ સેવાઓ મળશે
SHARE
ટંકારા તાલુકામાં લોકોને ગામડે જ ઈ-ગ્રામ અને ડિજિટલ સેવાસેતુથી ૫૫ સેવાઓ મળશે
ટંકારા તાલુકાની તમામ ૪૫ ગ્રામ પંચાયતમાં ગુજરાત ફાઈબર ગ્રીડ નેટવર્ક લિમિટેડ દ્વારા ભારતનેટ પ્રોજેક્ટ હેઠળ ૧૦૦ MBPS સ્પીડ સાથે અન્ડરગ્રાઉન્ડ ફાઈબર કેબલ દ્વારા ગ્રામ પંચાયતોને જોડવામાં આવી છે અને ૧૦૦ MBPS સ્પીડ સાથે ઈ-ગ્રામ અને ડિજિટલ સેવાસેતુની સાથે અંદાજિત ૫૫ સેવાઓ હવે ગ્રામ્યકક્ષાએથી કાર્યરત થશે ટંકારા તાલુકાના વિકાસ અધિકારી નાગાજણ તરખાલા અને ટીમ દ્વારા આગવી શૈલીમાં સરકારની આધુનિક સેવાઓ ગામડે મળેના સુત્રને સાર્થક કરવા માટે રીતસરની ઝુંબેશ હાથ ધરી છે અને એક વર્ષ જેટલા સમયમાં ગુજરાત રાજ્ય અને મોરબી જિલ્લામાં પ્રથમ તાલુકો ટંકારા બન્યો જ્યા તમામ ગામ પંચાયતના વિલેજ ઓપરેટર એના કોમ્પ્યુટર ઉપર ૧૦૦ MBPS સ્પીડ સાથે કામ કરી શકે છે