મોરબીના કબીર ટેકરી વિસ્તારમાં જુગારની રેડ પડતાં જુગારીઓમાં નાશભાગ: ૪ પકડાયા, ૨ નાશી ગયા
મોરબી મહેન્દ્રનગર પાસે આવેલ ધર્મમંગલ સોસાયટીના મકાનમાંથી ૭૧ બોટલ દારૂ સાથે એક પકડાયો
SHARE









મોરબી મહેન્દ્રનગર પાસે આવેલ ધર્મમંગલ સોસાયટીના મકાનમાંથી ૭૧ બોટલ દારૂ સાથે એક પકડાયો
મોરબી મહેન્દ્રનગર ગામે આવેલ ધર્મમંગલ સોસાયટીના મકાનમાં દારૂનો જથ્થો હોવાની એલસીબીની ટીમને બાતમી મળી હતી જેના આધારે ઘરમાં રેડ કરી હાથી ત્યારે ઘરમાંથી વિદેશીદારૂની ૭૧ બોટલો મળી આવી હતી જેથી પોલીસે ૨૯૩૦૦ ના મુદામાલ સાથે એક આરોપીની ધરપકડ કરેલ છે
મોરબી એલ.સી.બી.ના નિરવભાઇ મકવાણા તથા દશરથસિંહ પરમારને સંયુકતમાં ખાનગી હકિકત મળી હતી કે, મહેન્દ્રનગર ખાતે આવેલ ધર્મમંગલ સોસાયટીમાં રહેતા ભરતભાઇ ગંગારામભાઇ પટેલના રહેણાંક મકાનમાં વિદેશી દારૂનો જથ્થો છે અને ત્યાથી દારૂનું વેચાણ કરવામાં આવે છે જેથી કરીને ત્યાં રેડ કરવામાં આવી હતી ત્યારે જુદીજુદી બ્રાન્ડની દારૂની ૭૧ બોટલો મળી આવી હતી જેથી પોલીસે ૨૯,૩૦૦ ના મુદામાલ સાથે આરોપી ભરતભાઇ ગંગારામભાઇ કુંડારીયા જાતે પટેલ (૩૮) રહે. મહેન્દ્રનગર ધર્મમંગલ સોસાયટી મોરબી વાળાની ધરપકડ કરેલ છે
એક બોટલ દારૂ
ટંકારાની લતીપર ચોકડી પાસેથી જીજે ૩૬ એબી ૪૭૭૨ બાઇક પસાર થઈ રહ્યું હતું જેને રોકીને ચેક કરવામાં આવતા બાઇક ચાલક પાસેથી એક બોટલ દારૂ મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે ૩૦૦ નો દારૂ અને ૩૦ હજારના બાઇક સાથે સોયલ ઉર્ફે સોહીલ લીયાકતભાઇ ઉમરાણી જાતે ખલીફા (૨૬) રહે. મઢવાળી શેરી ટંકારા વાળાની ધરપકડ કરેલ છે
