વાંકાનેરનાં પાંચદ્વારકા ગામે વાડીના શેઢેથી ઢોરને દૂર લેવાનું કહેતી મહિલાને માર માર્યો
મોરબીના કબીર ટેકરી વિસ્તારમાં જુગારની રેડ પડતાં જુગારીઓમાં નાશભાગ: ૪ પકડાયા, ૨ નાશી ગયા
SHARE









મોરબીના કબીર ટેકરી વિસ્તારમાં જુગારની રેડ પડતાં જુગારીઓમાં નાશભાગ: ૪ પકડાયા, ૨ નાશી ગયા
મોરબીના કબીર ટેકરી શેરી નં-૩ વિસ્તારમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે જુગરીઓમાં નાશભાગ મચી ગઈ હતી અને બે જુગારી નાશી ગયા હતા જો કે, પોલીસે ચાર જુગારીની હાલમાં ૧૭૦૦૦ ની રોકડ સાથે ધરપકડ કરેલ છે
જાણવા મળતી માહિતી મુજબ મોરબી કબીર ટેકરી શેરી નં-૩માં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે જુગારીઓમાં નાશભાગ મચી ગઈ હતી અને બે જુગારી તકનો લાભ લઈને નાશી ગયા હતા હાલમાં પોલીસે નીજામભાઇ સલીમભાઇ મોવર જાતે મીંયાણા (૨૦) રહે. મચ્છીપીઠ ઇદ મસ્જિદ મેઇન રોડ મોરબી, જુનેદભાઇ હુશેનભાઇ કુરેશી જાતે મતવા (૨૫) રહે. કબીર ટેકરી શેરી નં-૩ મોરબી, યોગેશભાઇ મગનભાઇ વાઘાણી જાતે કોળી (૨૬) રહે. કબીર ટેકરી શેરી નં-૨ મોરબી અને કિશનભાઇ દિલીપભાઇ કાનાબાર જાતે લોહાણા (૨૪) રહે. કબીર ટેકરી શેરી નં-૨ મોરબી વાળાની ધરપકડ કરલે છે અને તેની પાસેથી રોકડા રૂપિયા ૧૭૦૦૦ કબજે કર્યા હતા જો કે, પોલીસને જોઈને નાશી ગયેલા આરોપી હાજી મુસા કુરેશી રહે કબીર ટેકરી અને સીકંદર ઉર્ફે બોડીગાર્ડ દાઉદભાઇ શેખ રહે. પંચાસર રોડ ખ્વાજા પેલેસવાળી શેરી મોરબી વાળાને પકડવા માટે તજવીજ ચાલી રહી છે
વરલી જુગાર
માળીયા તાલુકાનાં ખીરઇ ગામના ચોરના ચોક પાસે વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની બાતમી મળી હતી જેના આધારે ત્યાં રેડ કરી હતી ત્યારે જુનેદભાઇ સલેમાનભાઇ સામતાણી જાતે મીયાણા (૩૦) રહે. ખીરઈ ગામ વાળો વરલી જુગારના આંકડા લેતા મળી આવ્યો હતો જેથી પોલીસે તેની પાસેથી ૬૨૦ રૂપિયાની રોકડ કબજે કરી હતી
વરલી જુગાર
મોરબીના મોરબી લખધીરવાસ ચોકમાં વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની માહિતી સામે આવી હતી જેથી પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે ફારૂકાશા જુમાશા શાહમદાર જાતે ફકીર (૩૦) રહે. કબીર ટેકરી ચાનીયા જમાતખાના વાળી શેરી મોરબી વાળો જુગારના આંકડા લેતા મળી આવ્યો હતો જેથી પોલીસે ૩૧૦૦ રૂપિયાની રોકડ કબજે કરી હતી
