મોરબી એલઈ કોલેજ ડીપ્લોમાનાં આઈટી વિભાગ ખાતે પ્રોજેક્ટ એક્ઝીબીશનનું આયોજન
SHARE









મોરબી એલઈ કોલેજ ડીપ્લોમાનાં આઈટી વિભાગ ખાતે પ્રોજેક્ટ એક્ઝીબીશનનું આયોજન
મોરબીની લખધીરજી એન્જીનીયરીંગ કોલેજ ડીપ્લોમાનાં આઈટી વિભાગ ખાતે સેમેસ્ટર-૨ નાં વિદ્યાર્થીઓ ધ્વારા ભારતનું બંધારણ, બેઝીક ઇલેક્ટ્રોનિકસ તથા પર્યાવરણ સંરક્ષણ વિષયોનાં વિવિધ પોસ્ટર તેમજ મોડલ પ્રદર્શન યોજાયુ હતુ.
આઈટી વિભાગના અધિકારીઓના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓએ વિવિધ પોસ્ટર અને મોડલ બનાવેલ હતા જેનું ઉદ્ઘાટન સંસ્થાના વડા ડી.બી.વાગડિયા ધ્વારા કરવામાં આવેલ હતું.જેમાં વિવિધ ખાતાના વડા તથા અધિકારીઓ પણ ઉપસ્થિત રહેલ તથા નિર્ણાયકો ધ્વારા વિજેતાઓની પસંદગી કરવામાં આવી હતી.પ્રોજેક્ટ એક્ઝીબીશનમાં વિજેતા થનાર તેમજ ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને સંસ્થા ધ્વારા ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્યને લગતી પ્રોજેક્ટ એક્ઝીબીશન જેવા કાર્યક્રમ કરેલ અને તેને સફળ બનાવવા માટે વિદ્યાર્થીઓને આઈટી વિભાગના દરેક અધિકારીઓ ધ્વારા સચોટ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યુ હતુ.
