મોરબી એલઈ કોલેજ ડીપ્લોમાનાં આઈટી વિભાગ ખાતે પ્રોજેક્ટ એક્ઝીબીશનનું આયોજન
ડબલ એન્જિન વાળી સરકારે ગુજરાતનાં વિકાસના આડેની તમામ અણચણો દૂર કરી: નરેન્દ્ર મોદી
SHARE









ડબલ એન્જિન વાળી સરકારે ગુજરાતનાં વિકાસના આડેની તમામ અણચણો દૂર કરી: નરેન્દ્ર મોદી
રાજકોટ જિલ્લાના આટકોટ પાસે પટેલ સેવા સમાજ સંચાલિત શ્રી કે.ડી. પરવાડીયા મલ્ટિસ્પેશ્યલિટી હોસ્પિટલની વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે લોકર્પણ કર્યું હતું ત્યારે લોકોને સંબોધતા કહ્યું હતું કે, ડબલ એન્જિન વાળી સરકારે ગુજરાતનાં વિકાસના આડેની તમામ અણચણો દૂર કરી છે અને આગામી દિવસોમાં ગુજરાતનો વધુમાં વધુ વિકાસ થાય તેના માટે સરકાર પ્રયત્ન શીલ છે તેમજ બાપુ અને સરદારના સપનાના ભારતને સાકાર કરવા માટે કેન્દ્ર સરકાર હાલમાં નિરંતર પ્રયાસ કરે છે
આ સભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને સંબોધતા કહ્યું હતું કે, ગુજરાતનાં લોકો તરફ પ્રેમ સતત વધી રહ્યો છે તેના માટે હું આપનો ઋણી છું. અને છેલ્લા આઠ વર્ષમાં ત્રણ કરોડ લોકોને ઘર આપ્યા, 10 કરોડ લોકોને ખુલ્લામાં શોચથી મુક્તિ, 6 કરોડ બહેનોને ધુવડામાંથી મુક્તિ, 2.5 કરોડને વીજ કનેક્શન, 50 કરોડ ભારતીયોને મફત ઇલાજની સુવિધા સરકાર દ્વારા આપવામાં આવી છે અને ખાસ કરીને બાપુ અને સરદારના સપનાના ભારતને સાકાર કરવા માટેના કેન્દ્ર સરકાર દ્વારા નિરંતર પ્રયાસ કરવામાં આવી રહ્યા છે
વધુમાં તેને કહ્યું હતું કે, માતૃ ભૂમિની સેવામાં અત્યાર સુધીમાં કોઈ કસર છોડી નથી અને કોરોના મહામારી શરૂ થઈ ત્યારે ગરીબ માટે ખાવા પીવાની સમસ્યા ઊભી થઈ હતી ત્યારે દેશના અન્ન ભંડાર સરકરે ખુલ્લા મૂક્યા હતા અને વિપક્ષ ઉપર કટાક્ષ કરતાં કહ્યું હતું કે, ભાઈ ભાતીજા વાદ કે ભષ્ટાચારની અહી કોઈ ગુંજઈશ નથી અને હોસ્પિટલના ઉદ્ઘાટન પ્રસંગે તેઓએ ભૂતકાળના દિવસોને યાદ કરતાં કહ્યું હતું કે, વર્ષ 2001 પહેલા ગુજરાતમાં માત્ર નવ મેડિકલ કોલેજ હતી અને 1100 બેઠક હતી જો કે, આજની તારીખે ગુજરાતમાં સરકારી અને ખાનગી મળીને 30 મેડિકલ કોલેજ ચાલુ છે અને 8000 બેઠકો છે આટલું જ નહીં ગુજરાત સહિત દેશના દરેક જીલ્લામાં એક મેડિકલ કોલેજ બનાવવાની ઈચ્છા છે તેવી લાગણી વ્યક્ત કરી હતી અને આટલુ જ નહીં જે વાલી તેના સંતાનોને ડોકટર અને ઇજનેરનો અભ્યાસ કરાવવા ઇચ્છતા હોય તેને માતૃભાષામાં અભ્યાસ મળે તેની શરૂઆત સરકારે કરી દીધી છે
વર્તમાન સમયમાં ક્રેન્દ્ર અને રાજ્યમાં ભાજપની સરકાર છે તે મુદે કહ્યું હતું કે, ડબલ એન્જિન વાળી સરકારે ગુજરાતનાં વિકાસના આડેની તમામ અણચણો દૂર કરી છે એટલા જ માટે પાણીના અભાવ વચ્ચે જીવનારો ગુજરાતી આજે ખેતીમાં ડંકો વગાડી રહ્યો છે અને ઉદ્યોગ ક્ષેત્રોની વાત કરતાં કહ્યું હતું કે, મોરબીનો સિરામિક ઉદ્યોગ દુનિયામાં ડંકો વગાડે છે કોઈને પોતાના ખિસ્સામાંથી પરિવારજનની દવા કે સારવાર કરાવવી પડે તેવી પરિસ્થિતી હવે ક્યારે પણ ઊભી થશે નહિ કેમ કે, ગરીબ પરિવારની માતાનો દીકરો હવે દિલ્હીમાં બેઠો છે અંતમાં તેમણે કહ્યું હતું કે, સ્વચ્છતા, પાણી અને યોગા આરોગ્ય માટે જરૂરી છે અને લોકોની સારવાર માટે જે હોસ્પિટલ ખુલ્લી મૂકવામાં આવી છે તેના દાતાઓ અને તેમની માતાઓને અભિનંદન આપ્યા હતા અને આ તકે હાજર રહેલ લોકોને કહ્યું હતું કે, તમારા આશીર્વાદ જ મારી સહુથી મોટી શક્તિ
