મોરબીના ટીંબડી નજીક મહિલાના માથા ઉપર ડમ્પર ફરી વળતા મોત નીપજયું: બે ડમ્પર ચાલક સામે ફરિયાદ
મોરબીમાં ૯૫૬ બાળકોને આયુર્વેદિક સુવર્ણપ્રાશન ટીપા પીવડાવવામાં આવ્યા
SHARE









મોરબીમાં ૯૫૬ બાળકોને આયુર્વેદિક સુવર્ણપ્રાશન ટીપા પીવડાવવામાં આવ્યા
આયુર્વેદિક જીવનશૈલી દ્વારા દર મહિને પુસ્યનક્ષત્ર પર બાળકોની રોગપ્રતિકારક શક્તિ વધારવા, શારીરિક તથા માનસિક વિકાસમાં વૃદ્ધિ કરવા, રોગો સામે લડવા માટે ત્રણ હજાર વર્ષ જૂનું આયુર્વેદિક રસીકરણ મંત્રોષધી સુવર્ણપ્રાશન ડ્રોપ્સનો શનિવારે ૨૯મો વિનામૂલ્યે કેમ્પ મોરબીમાં યોજાયો હતો. આ કેમ્પમાં ૯૫૬ બાળકોએ વિનામૂલ્યે ટીપા પીવડાવ્યા હતા અને દરેક બાળકોને ગિફ્ટ પણ આપવામાં આવી હતી તેમજ પ્રેગ્નેટ લેડીઝને પણ વિનામૂલ્યે ટીપાં પીવડાવવામાં આવ્યા હતા આ કેમ્પમાં મુખ્ય આયોજક રાજભાઈ પરમાર (આયુર્વેદિક જીવનશૈલી), પરમાર ભુપેન્દ્રભાઈ, ડેનિષ વારા, નિરાલી વારા, વિનોદભાઇ વારા, રીતેશભાઈ, સુમેરભાઈ તથા રાજભાઈના પુરા પરિવારે સેવા આપી હતી તથા મોઢેશ્વરી એજન્સી વાળા સિરિષભાઈ, અશ્વિનભાઈ પટેલ તથા સંસ્કૃતિ આર્ય ગુરુકુલમ, સોરઠીયા લુહાર ટ્રસ્ટી મંડળના સહયોગથી આ કેમ્પ સફળ થયો હતો
