વાંકાનેર એસટી ડેપોની મુલાકાત લેતા રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહજી ઝાલા મોરબીની પી.જી.પટેલ કોલેજમાં મેનેજમેન્ટ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ માટે ઓરીયેન્ટેન્સન સેમિનાર યોજાયુ મોરબી: રીક્ષામાં જતી યુવતીને માથામાં પથ્થર લાગતા ઇજા ટેમ્પરરી રેડ ઝોન; મોરબી જિલ્લામા ૩૧ જુલાઈ સુધી ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ મોરબી જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૪ જુલાઈએ યોજાશે: વરિષ્ઠ નાગરીકોના આયુષ્માન કાર્ડ બનાવવા ખાસ ડ્રાઈવ મોરબી: પી.એમ.કિસાન યોજનાનો લાભ મેળવતા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરવાવું ફરજિયાત વાંકાનેર શહેરી વિસ્તારના વૃધ્ધ પેન્શન તથા વિધવા પેન્શનના લાભાર્થીઓ ૨૫ જુલાઈ સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબી શહેરની મોટાભાગની સ્કૂલોમાં આજથી જ બેગલેસ ડે ની અમલવારી શરૂ: યોગ, કસરત, સંગીત, ચિત્ર તરફ બાળકોને વાળવાનો પ્રયાસ
Breaking news
Morbi Today

વાંકાનેરના મહિકા ગામે ખેતર પાસેથી માટી કઢાવની ના કહેતા યુવાનને માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી


SHARE

















વાંકાનેરના મહિકા ગામે ખેતર પાસેથી માટી કઢાવની ના કહેતા યુવાનને માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી

વાંકાનેર તાલુકાના મહિકા ગામે ફૂલિયો ધરો નામની સીમમાં આવેલ યુવાનની ખેતીની જમીન પાસેથી પાસે ખોદકામ કરવામાં આવતું હતું જેથી ત્યાંથી માટી કાઢવાની ના પાડતાં ઉશ્કેરાયેલા શખ્સે તેને ગાળો આપી હતી અને ઢીકાપાટુનો તેમજ લાકડી વડે માર માર્યો હતો જેથી ઇજા પામેલા વ્યક્તિને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો અને હાલમાં સારવાર લીધા બાદ યુવાને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાનથી મારી નાખવાની ધમકી સહિતની ફરિયાદ નોંધાવેલ હોય પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર તાલુકાના મહિકા ગામે રહેતા અજયભાઈ રતાભાઇ ધોળકિયા જાતે કોળી (ઉંમર 28) એ હાલમાં ગિરિરાજસિંહ વાળા રહે ગારિયા તાલુકો વાંકાનેર વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે મહીકા ગામની સીમમાં ફૂલિયો ધરો નામની સીમમાં તેઓની ખેતીની જમીન આવેલ છે જેના પાસેથી આરોપી દ્વારા માટીનું ખોદકામ કરવામાં આવતું હતું જેથી કરીને માટીનું ખોદકામ કરવાની ના પાડી હતી અને ત્યારે આરોપીએ અજયભાઈને ગાળો આપી હતી અને ઢીકાપાટુનો મારમાર્યો હતો તેમજ લાકડી વડે તેને ડાબા પગમાં નળાના ભાગે માર મારતા ચાર-પાંચ ટાંકા આવ્યા હતા અને યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી યુવાને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ બરવાળા ગામ પાસેથી બાઇક લઇને પસાર થઇ રહેલા સાવન મશરૂભાઈ પરસાણીયા (૧૭) રહે. વજેપર મોરબી વાળાનું બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને ઇજા થવાથી સાવનભાઇને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા અને આ અકસ્માતના આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

અકસ્માતમાં ઇજા 

મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ મકનસર ગામ પાસે કાર અને ડમ્પર વચ્ચે અકસ્માતનો બનાવ બન્યો હતો ત્યારે પતિની સાથે કારમાં બેસીને જઈ રહેલ કાજલબેન અનિલભાઈ પાટડીયા (ઉમર ૩૨) નામની મહિલાને ઇજા થઇ હતી જેથી કરીને તેને સારવાર માટે મોરબીની હોસ્પિટલ ખસેડવામાં આવી હતી અને અકસ્માતના આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી

અકસ્માતમાં ઇજા

માળીયા મિયાણા તાલુકાના નાની બરાર ગામે રહેતા વિશાલભાઈ ભુરાભાઈ (ઉંમર ૧૭) બાઇક લઇને મોરબીના નવલખી રોડ ઉપર આવેલ બરવાળા ગામ પાસેથી પસાર થઇ રહ્યા હતા ત્યારે તેનું બાઇક સ્લીપ થઈ ગયું હતું જેથી વિશાલભાઈને ઇજાઓ થઇ હોવાથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને અકસ્માતના આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી




Latest News