મોરબીના રફાળેશ્વરમાં થયેલ માથાકૂટમાં પોલીસે બંને પક્ષેથી કુલ મળીને પાંચ આરોપીઓની કરી ધરપકડ
મોરબીમાં પત્ની સાથે મૈત્રી કરાર કરીને રહેતા યુવાને ધમકાવીને ફાયરિંગ કરનારા પતિ સહિતના બે આરોપીની ધરપકડ
SHARE









મોરબીમાં પત્ની સાથે મૈત્રી કરાર કરીને રહેતા યુવાને ધમકાવીને ફાયરિંગ કરનારા પતિ સહિતના બે આરોપીની ધરપકડ
મોરબી તાલુકાનાં બેલા (રંગપર) ગામે રહેતા યુવાને મૈત્રી કરાર કર્યા હતા અને જે મહિલાની સાથે મૈત્રી કરાર કરેલા હતા તેના પતિ દ્વારા યુવાનની સામે રિવોલ્વર તાકીને તેની પત્નીને છોડી દેવા માટે ધમકી આપવામાં આવી હતી અને બાદમાં યુવાનના પગ પાસે બે રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા જેથી યુવાને નોંધઆવેલ ફરિયાદના આધારે પોલીસે મહિલાના પતિ સહિતના બે આરોપીની ધરપકડ કરેલ છે
વર્તમાન સમયમાં ઘણા વિચિત્ર બનાવો સામે આવતા હોય છે આવો જ એ બનાવ આજે મોરબી તાલુકાનાં બેલા ગામે બન્યો હતો જેમાં એક યુવાને મહિલાની સાથે મૈત્રી કરાર કર્યા હતા અને જે મહિલાની સાથે યુવાને મૈત્રી કરાર કર્યા હતા તેના પતિએ યુવાનને મારી નાખવાની કોશિશ કરી હતી જેથી કરીને ભોગ બનેલા મોરબી તાલુકાનાં બેલા (રંગપર) ગામે રહેતા ગૌતમભાઈ જયંતીલાલ દેલવાડીયા જાતે પટેલ (૩૦)એ મહિલાના પતિ નવનીત ઉર્ફે નંદો કાનાભાઇ પટેલ રહે. મુળ તળાવિયા શનાળા હાલ. ઉમા ટાઉનશીપ, મોરબી અને તેના મિત્ર યોગેશભાઇ બરાસરા રહે. મૂળ નશીતપર હાલ મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી
મોરબીના ડીવાયએસપી મુનાફખાન પઠાણે માહિતી આપતા જણાવ્યુ હતું કે, ગૌતમભાઈ જયંતીલાલ દેલવાડીયા પોતાના ઘરેથી કારખાને જતા હતા ત્યારે રસ્તામાં બંને આરોપી નવનીત ઉર્ફે નંદો કાનાભાઇ પટેલ અને યોગેશભાઈ બરાસરા મહેન્દ્રા થાર ગાડીમાં આવ્યા હતા અને ગૌતમભાઈને ઊભા રાખીને “અસ્મીતા કે જે નવનીતની પત્ની છે તેની સાથે મૈત્રી કરાર કરેલ છે તે અસ્મિતાને છોડી દેજે તેમ કહીને યુવાનને મારી નાખવાના ઇરાદે તેની સામે નવનીત ઉર્ફે નંદોએ રીવોલ્વર તાકી હતી અને તેના પગ પાસે રીવોલ્વરથી બે રાઉન્ડ ફાયરીંગ કર્યા હતા અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અત્રે ઉલેખનીય છે કે, છેલ્લા બે મહિનાથી નવનીતની પત્ની ગૌતમભાઈ સાથે મૈત્રી કરાર કરીને રહે છે અને આ ગુનામાં વપરાયેલ ગાડી અને લાઇસન્સ વાળી રિવોલ્વર પોલીસ દ્વારા કબજે લેવામાં આવી છે
