મોરબીમાં માહેશ્વરી સમાજ દ્વારા ધામધૂમથી મહેશ ભગવાનની જન્મ જયંતિ ઉજવાઇ
વાંકાનેરમાં બાપુના બાવલા પાસે ઉભેલા યુવાનને છ શખ્સોએ લાકડી વડે માર માર્યો: રાયોટિંગનો ગુનો નોંધાયો
SHARE









વાંકાનેરમાં બાપુના બાવલા પાસે ઉભેલા યુવાનને છ શખ્સોએ લાકડી વડે માર માર્યો: રાયોટિંગનો ગુનો નોંધાયો
વાંકાનેરમાં બાપુના બાવલા પાસે હનુમાનજીના મંદિર પાસે ઉભેલા યુવાનના પિતા સાથે પાંચ વર્ષ પહેલા થયેલા ઝઘડાનો ખાર રાખીને છ શખ્સો દ્વારા લાકડી વડે હુમલો કરવામાં આવ્યો હતો અને યુવાને માર માર્યો હતો જેથી તેને સારવારમાં ખસેડાયો હતો અને તેને સારવાર લીધા બાદ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતાં પોલીસે રાયોટિંગ સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર તાલુકાનાં પીપળીયારાજ ગામે રહેતા યુવાને મોહમ્મદસીરાજભાઈ યુનુસભાઈ શેરસીયા જાતે મોમીન (ઉ.૩૦)એ મામદ હુશેનભાઈ લાખા, ઈસ્માઈલ અસ્લમ, આદીલ કરીમ લાખા, મુનાફખાન યુસુફખાન, ફીરદોશ મુનાફ જુણેજા અને એક અજાણ્યો શખ્સ રહે. બધા વાંકાનેર વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેના પિતા સાથે પાંચેક વર્ષ પહેલા આરોપીઓને મારા-મારી થયેલ હતી જેનો રોષ રાખીને આરોપીઓએ ફરિયાદી યુવાન વાંકાનેરમાં બાપુના બાવલા પાસે હનુમાનજીના મંદિર પાસે હતો ત્યારે ત્યાં આવીને લાકડી જેવા હથિયાર ધારણ કરીને ફરિયાદી યુવાનની સાથે ઝઘડો કર્યો હતો અને ગાળો આપી હતી અને ઢીકાપાટુ તથા લાકડાના ધોકા વડે માર માર્યો હતો અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી જેથી યુવાનને સારવારમાં ખસેડાયો હતો અને સારવાર લીધા બાદ તેને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતાં પોલીસે આઈ.પી.સી. કલમ-૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨) તથા જી.પી. એક્ટ કલમ-૧૩૫ મુજબ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
