વાંકાનેર એસટી ડેપોની મુલાકાત લેતા રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહજી ઝાલા મોરબીની પી.જી.પટેલ કોલેજમાં મેનેજમેન્ટ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ માટે ઓરીયેન્ટેન્સન સેમિનાર યોજાયુ મોરબી: રીક્ષામાં જતી યુવતીને માથામાં પથ્થર લાગતા ઇજા ટેમ્પરરી રેડ ઝોન; મોરબી જિલ્લામા ૩૧ જુલાઈ સુધી ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ મોરબી જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૪ જુલાઈએ યોજાશે: વરિષ્ઠ નાગરીકોના આયુષ્માન કાર્ડ બનાવવા ખાસ ડ્રાઈવ મોરબી: પી.એમ.કિસાન યોજનાનો લાભ મેળવતા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરવાવું ફરજિયાત વાંકાનેર શહેરી વિસ્તારના વૃધ્ધ પેન્શન તથા વિધવા પેન્શનના લાભાર્થીઓ ૨૫ જુલાઈ સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબી શહેરની મોટાભાગની સ્કૂલોમાં આજથી જ બેગલેસ ડે ની અમલવારી શરૂ: યોગ, કસરત, સંગીત, ચિત્ર તરફ બાળકોને વાળવાનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીના આધેડની હળવદમાં આવેલ ખેતીની જમીન ઉપર કબ્જો કરનાર પાંચ સામે લેન્ડ ગ્રેબિંગ: ૩ ની ધરપકડ


SHARE

















મોરબીના આધેડની હળવદમાં આવેલ ખેતીની જમીન ઉપર કબ્જો કરનાર પાંચ સામે લેન્ડ ગ્રેબિંગ: ૩ ની ધરપકડ

મોરબીના શનાળા રોડ શકિત પ્લોટમાં રહેતા આધેડની હળવદમાં આવેલ ખેતીની જમીન ઉપર દબાણ કરનારા મહિલા સહિતના પાંચ વ્યક્તિની સામે આધેડે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ હતા અને હાલમાં આ ગુનામાં ત્રણ આરોપીઓની ધરપકડ કરેલ છે

જાણવા મળતી વિગત પ્રમાણે હાલમાં મોરબીના શનાળા રોડ શકિત પ્લોટ-૧૧ શીવ હાઇટસ બ્લોક નં-૮૦૧માં રહેતા અને ખેતી કામ કરતાં દિપુભા બચુભા ઝાલા જાતે દરબાર (૫૩)એ બચુભાઇ દેવશીભાઇ ઉડેચા જાતે કોળી, રમાબેન બચુભાઇ ઉડેચા જાતે કોળી, ગોતમભાઇ બચુભાઇ ઉડેચા જાતે કોળી, સવશીભાઇ દેવશીભાઇ ઉડેચા જાતે કોળી, વાસુભાઇ સવશીભાઇ ઉડેચા જાતે કોળી રહે. તમામ રાણેકપર વાળાની સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તા. ૨૧/૦૮/૨૦૧૮ થી આજદિન સુધી આરોપીઓએ તેની માલીકીની હળવદ રેવન્યુ સર્વ નં.૧૮૫૮ ની જમીન હે.આર.ચો.મી.૨-૬૪-૦૬ વાળી પર ગેર કાયદેસર કબજો કરેલ છે અને ફરીયાદીની જમીનમાં વાવતેર કરી ઉપજ મેળવીને  ફરીને કોઇ હક્ક હિસ્સો આપેલ નથી તેમજ જમીન પર ગેરકાયદેસર કબજો ચાલુ રાખી જમીન પચાવી પડી છે જેથી કરીને પોલીસે આધેડની ફરિયાદ આધારે ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ-૨૦૨૦ની કલમ-૩૪(૧) (૩)૫(ગ) મુજબ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ હતા અને આ ગુનામાં હાલમાં પોલીસે બચુભાઇ દેવશીભાઇ ઉડેચા, ગોતમભાઇ બચુભાઇ ઉડેચા અને સવશીભાઇ દેવશીભાઇ ઉડેચાની ધરપકડ કરેલ છે 




Latest News