મોરબીમાં ઉછીના રૂપિયા લેનાર યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપતા ફિનાઇલ ગટગટાવ્યું
મોરબીના રવાપરમાં રહેતા યુવાને ધંધામાં મંદી આવતા મચ્છુ-૨ ડેમમાં પડીને કર્યો આપઘાત
SHARE









મોરબીના રવાપરમાં રહેતા યુવાને ધંધામાં મંદી આવતા મચ્છુ-૨ ડેમમાં પડીને કર્યો આપઘાત
મોરબીના રવાપર ગામે રહેતા યુવાનના ધંધામાં મંદી હોવાથી આર્થિક સંકડામણ હતી જેનાથી કંટાળીને યુવાને મોરબી નજીકના મચ્છુ-૨ ડેમમાં ઝંપલાવીને આપઘાત કર્યો હતો જેથી તેના મૃતદેહને ડેમના પાણીમાંથી બહાર કાઢી પીએમ માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આપઘાતના બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી નજીકના રવાપર ગામે ક્રિષ્ના સ્કૂલની બાજુમાં અમૃત હાઈટસ બ્લોક નંબર ૫૦૨ માં રહેતા અને મૂળ ટંકારના હીરાપરના વતની જીતેન્દ્રભાઇ કેશવજીભાઇ લોહ જાતે પટેલ (ઉમર ૨૭) એ મોરબી નજીકના જોધપર ગામ પાસે આવેલ મચ્છુ-૨ ડેમના પાણીમાં ઝંપલાવીને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને મચ્છુ-૨ ડેમના પાણીમાંથી બહાર કાઢીને પી.એમ. માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આપઘાતના બનાવની મૃતક યુવાનના ભાઈ સાવનભાઈ કેશવજીભાઇ લોહ (ઉમર ૩૦) રહે. ક્રિષ્ના સ્કૂલની બાજુમાં અમૃત હાઇટ્સ વાળાએ મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી જેથી કરીને પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુમાં પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મૃતક યુવાનને વેબ ડીજાઇનિંગનો ધંધો હતો અને ધંધામાં મંદી હોવાથી આર્થિક સંકળામણ હતી અને આર્થિક સંકડામણથી કંટાળી જઈને પોતે પોતાની જાતે મચ્છુ ડેમમાં ઝંપલાવી આપઘાત કરેલ છે
દેશીદારૂ
મોરબીના વિરપર ગામ પાસે આવેલી વિરાટ હોટલ સામેથી પસાર થતાં શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી ૫૦ લિટર દેશી દારૂ મળી આવ્યો હતો જેથી એક હજાર રૂપિયાની કિંમતના મુદ્દામાલ સાથે પોલીસે હાલમાં જયદીપસિંહ ઉર્ફે રાજો મહેન્દ્રસિંહ ઝાલા જાતે દરબાર (૨૬) રહે. શનાળા વાળાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
