મોરબીના રવાપરમાં રહેતા યુવાને ધંધામાં મંદી આવતા મચ્છુ-૨ ડેમમાં પડીને કર્યો આપઘાત
મોરબી : વિશ્વ રક્તદાન દિવસે કોઇનું અમુલ્ય જીવન બચાવવા શું કરી શકાય ??
SHARE









મોરબી : વિશ્વ રક્તદાન દિવસે કોઇનું અમુલ્ય જીવન બચાવવા શું કરી શકાય ??
૧૪ જુન વિશ્વ રક્તદાન દિવસ નિમિતે મોરબીના લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા અમુલ્ય જીવન બચાવવા માટે મહાદાન કરીએ, રક્તદાન કરીને જીવન બચાવીએ વિષય પર વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે.
વિશ્વ રક્તદાન દિવસ એટલે કે ૧૪ જુને અમુલ્ય જીવન માટે મહાદાન કરીએ, રક્તદાન કરીને જીવન બચાવીએ.. એ નિમિતે વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરેલ છે.દુનિયાભરના સ્વૈચ્છિક રક્તદાતાઓ પ્રત્યે આભાર વ્યક્ત કરવા માટે ઉજવવામાં આવે છે તથા વિશ્વ રક્તદાન દિવસ ઉજવવાનો એક મહત્વનો હેતુ, રક્તાદાન માટે સુરક્ષિત રક્તની ઉપલબ્ધતા ચાલુ રાખવાનો પણ છે.એક અંદાજ મુજબ આપણા ભારત દેશમાં લોહીની ખૂબ જ અછત છે અને રક્તદાનની જાગૃત્તતા ફેલાવવાની તાતી જરૂરિયાત છે.
લોહીનો બીજો કોઈ જ વિકલ્પ ન હોવાથી આપણું લોહી બીજા માટે જિંદગી બની જાય છે.આપણું રક્તદાન એ બીજા કોઈના જીવન માટે વરદાન બની જાય છે.વિશ્વ રક્તદાન દિવસે કેટેગરી મુજબ આપેલ વિષયમાં વક્તૃત્વ સ્પર્ધા યોજાશે.વક્તૃત્વ સ્પર્ધા તા.૧૪ ના સવારે ૧૦ થી ૧ ‘આર્યભટ્ટ’ લોક વિજ્ઞાન કેન્દ્ર ધી વી.સી.ટેક. હાઈસ્કૂલ રૂમ નં.૨૦૨ મોરબીમાં યોજાશે જેમાં કેટેગરી-૧ (ધો.૧ થી ૪) માટે વિષય તંદુરસ્ત રહેવાં માટે નાં મારાં ઉપાય (૨ મિનીટ), કેટેગરી-૨ (ધો.૫ થી ૮) માટે વિષય સમયની દરેક ક્ષણ અને લોહીના દરેક કણ અમુલ્ય હોય છે.(૩ મીનીટ), કેટેગરી-૩ (ધો.૯ થી ૧૨) માટે વિષય આપણાં લોહીના થોડાં ટીપાં કોઈની જીંદગી બચાવી શકે છે. માટે રક્તદાન કરો, (૩ થી ૪મિનીટ), કેટેગરી-૪ (કોલેજ સ્ટુડન્ટ, શિક્ષકમિત્રો તથા વાલીઓ) માટે વિષય રક્તદાન એજ મહાદાન ય (૪ મિનીટ) રહેશે અને સ્રયપર્ધામાં ભાગ લેવા માટે તા.૧૩ સુધીમાં સ્પર્ધકે તેનું નામ, ધોરણ, સ્કૂલનું નામ લખીને (મો.98249 12230, 87801 27202 અથવા 97279 86386) મોકલી આપવાના યાદીમાં જણાવાયેલ છે.
વરિષ્ઠ નાગરિક મંડળ દ્વારા સીનીયર સીટીઝન માટે એક દિવસીય પ્રવાસનું આયોજન
મોરબીમાં વરિષ્ઠ નાગરિક મંડળ દ્વારા તેમની સંસ્થાના સીનીયર સીટીઝનો માટે આ મહિનાના અંત સુધીમાં એક દિવસીય પ્રવાસનું આયોજન કરવામાં આવેલ છે.વરિષ્ઠ નાગરિક મંડળના પ્રમુખ ડો.બી. કે. લહેરૂ અને મંત્રી મહેશભાઈ ભટ્ટે યાદીમાં જણાવ્યા પ્રમાણે, મોરબીથી નડાબેડ કેજે ભારતની સરહદ ગણાય છે ત્યાં સુધીના એક દિવસના પ્રવાસનું આયોજન આ માસના અંત સુધીમાં કરવામાં આવશે. જેમાં સવારે છ વાગ્યાથી રાતના અગીયાર વાગ્યા સુધીના પ્રવાસનું આયોજન કરાયેલ છે.આ પ્રવાસમાં બસ દ્વારા આવવા-જવાની વ્યવસ્થા કરવામાં આવેલ છે.પ્રવાસમાં જોડાવા ઇચ્છતા સભ્યોએ મો.૯૯૧૩૨ ૨૨૨૮૩, ૯૮૩૫૧ ૫૨૩૧૦ અથવા ૯૭૨૭૪ ૦૩૯૯૨ ઉપર સંપર્ક કરવા જણાવવામાં આવેલ છેે.
