મોરબી : વિશ્વ રક્તદાન દિવસે કોઇનું અમુલ્ય જીવન બચાવવા શું કરી શકાય ??
મોરબીમાં સિરામિક યુનિટમાં પતરા ઉપરથી નીચે પડતા યુવાનનું મોત
SHARE









મોરબીમાં સિરામિક યુનિટમાં પતરા ઉપરથી નીચે પડતા યુવાનનું મોત
મોરબી-વાંકાનેર હાઇવે ઉપર વાંકાનેર પંથકમાં આવેલ સિરામિક યુનિટમાં કામ દરમ્યાન ઊંચાઈ ઉપરના પતરા ઉપરથી નીચે પડેલ મૂળ વાંકાનેરના પલાસ ગામના યુવાનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હોવાનું જાણવા મળેલ છે.
મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ વાંકાનેરના પલાસ ગામે રહેતો રવિભાઇ રમેશભાઇ ચત્રોકીયા નામનો ૧૯ વર્ષીય યુવાન મોરબી-વાંકાનેર હાઇવે ઉપર વાંકાનેર તાલુકા પોલીસની હદમાં આવેલ સનરાજ સિરામીક નામના યુનિટમાં ઊંચાઈ ઉપર પતરા ઉપર કામ કરી રહ્યો હતો તે દરમિયાન તે ઊંચાઈએથી નીચે પડી ગયો હતો જેથી કરીને ઘટનાસ્થળે જ રવિ રમેશભાઈ નામના ૧૯ વર્ષીય યુવાનનું મોત નીપજયું હતું.જેથી તેના મૃતદેહને પીએમ માટે અહીંની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો અને બનાવને પગલે એ ડિવિઝન પોલીસ મથકના પી.એચ.બોરાણાએ પ્રાથમિક તપાસ કરી હતી અને બનાવ વાંકાનેર તાલુકા પોલીસ મથકની હદમાં બન્યો હોય ત્યાં આ અંગે જાણ કરી હતી.
મહિલા સારવારમાં
હળવદના ભવાનીનગરમાં આવેલ લાંબી ડેરી વિસ્તાર નજીક રહેતા વિજુબેન કાંતિલાલ સુરેલા નામની ૩૫ વર્ષીય મહિલા પોતાના પતિના બાઈકની પાછળ બેસીને જતા હતા ત્યારે ગઈકાલે સાંજે સાતેક વાગ્યાના અરસામાં તેઓનું બાઈક રસ્તામાં સ્લીપ થઇ જતાં ઇજાઓ થવાથી વિજુબેન સુરેલાને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.જ્યારે મોરબીના લાતી પ્લોટ શેરી નંબર ૮ વિસ્તારમાં રહેતા લતીફ મામદભાઇ સુમરા નામના ૩૨ વર્ષીય યુવાનને તેના ઘેર કોઈ બાબતે થયેલ મારામારીના બનાવમાં ઈજા થતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.
યુવાન સારવારમાં
મોરબીની લીલાપર ચોકડી પાસે લાયન પોલીમર્સ નામના યુનિટમાં લેબર કવાટરમાં રહીને ત્યાં જ મજુરી કામ કરતા રાધેશ્યામ ભાવસિંગભાઈ માવી નામના ૩૦ વર્ષીય મજૂર યુવાનને કામ દરમ્યાન ઝેરી જનાવર કરડી જતા તેને અહિંની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જે અંગે નોંધ કરીને પોલીસે આગળની તપાસ શરૂ કરી છે.
