વાંકાનેર એસટી ડેપોની મુલાકાત લેતા રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહજી ઝાલા મોરબીની પી.જી.પટેલ કોલેજમાં મેનેજમેન્ટ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ માટે ઓરીયેન્ટેન્સન સેમિનાર યોજાયુ મોરબી: રીક્ષામાં જતી યુવતીને માથામાં પથ્થર લાગતા ઇજા ટેમ્પરરી રેડ ઝોન; મોરબી જિલ્લામા ૩૧ જુલાઈ સુધી ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ મોરબી જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૪ જુલાઈએ યોજાશે: વરિષ્ઠ નાગરીકોના આયુષ્માન કાર્ડ બનાવવા ખાસ ડ્રાઈવ મોરબી: પી.એમ.કિસાન યોજનાનો લાભ મેળવતા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરવાવું ફરજિયાત વાંકાનેર શહેરી વિસ્તારના વૃધ્ધ પેન્શન તથા વિધવા પેન્શનના લાભાર્થીઓ ૨૫ જુલાઈ સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબી શહેરની મોટાભાગની સ્કૂલોમાં આજથી જ બેગલેસ ડે ની અમલવારી શરૂ: યોગ, કસરત, સંગીત, ચિત્ર તરફ બાળકોને વાળવાનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીમાં વર્ષોથી ભાડા ભરતા પરિવારોનું ઘરના ઘરનું સપનું સરકારે સાકાર કર્યું: બ્રિજેશભાઇ મેરજા


SHARE

















મોરબીમાં વર્ષોથી ભાડા ભરતા પરિવારોનું ઘરના ઘરનું સપનું સરકારે સાકાર કર્યું: બ્રિજેશભાઇ મેરજા

મોરબીના શનાળા રોડ ઉપર આવેલ હરભોલે હૉલ ખાતે આજે મંત્રી બ્રિજેશભાઇ મેરજાની હાજરીમાં કાર્યક્રમ યોજ્યો હતો જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને તેમના ઘરના ઘરની ચાવી મંત્રી બ્રિજેશભાઇ મેરજાના હસ્તે સોપવામાં આવી હતી ત્યારે વર્ષોથી ભાડા ભરતા પરિવારને ઘરના ઘરનું સપનું સરકારની યોજના હેઠળ સાકર થયું હતું જેથી કરીને તેઓએ રાજીપો વ્યક્ત કર્યો હતો

ગરીબ પરિવારોનું ઘરનું ઘર બનાવવાનું સપનું સાકાર થાય તે સરકાર દ્વારા ગામોગામ નવી આવાસ યોજના બનાવવામાં આવી રહી છે તેવી જ રીતે મોરબીમાં કામધેનું પાર્ટી પ્લોટની પાછળના ભાગમાં પ્રધાનમંત્રી આવાસ યોજના મંજૂર કરવામાં આવી હતી અને ૬૭.૭૭ કરોડના ખર્ચે મકાન બનાવવાના હતા જે પૈકીનાં તૈયાર થઈ ગયેલા અંદાજે ૧૫૦ જેટલા મકાનોનો આજથી લગભગ એકાદ વર્ષ પહેલા ડ્રો કરવામાં આવ્યો હતો જો કે, લાભાર્થીઓએ તેમને ભરવાના થતાં રૂપિયા હજુર સુધી જમા કરાવ્યા ન હોવાથી તેમણે કવાર્ટરનો કબજો સોપવામાં આવ્યો ન હતો જો કે, ૬૧ લાભાર્થીઓને મોરબી માળીયાના ધારાસભ્ય અને રાજયના મંત્રી બ્રિજેશભાઇ મેરજાની હાજરીમાં તેના મકાનના કબજા સોપવામાં આવેલ હતા ત્યારે પાલિકાના પ્રમુખ કુસુમબેન પરમાર, ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, જિલ્લા ભાજપના મહામંત્રી જયુભા જાડેજા સહિતના પદાધિકારીઓ અને ચૂંટાયેલા સભ્યો હાજર રહ્યા હતા

ત્યારે મંત્રીએ પાલિકા તંત્રને મંત્રીએ અભિનંદન આપ્યા હતા અને કહ્યું હતું કે, લોકોની સુખકારીમાં વધારો થાય તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા જે યોજનાઓ અમલમાં મૂકવામાં આવી રહી છે તેની અમલવારી મોરબી પાલિકા દ્વારા અસરકારક રીતે કરવામાં આવી રહી છે જો કે, મોરબીમાં પ્રધાનમંત્રી આવાસના ૯૬૦ મકાન જે મંજૂર કરેલા હતા તે પાલિકાની બેદરકારીના લીધે નથી બનવાના તે બાબતે પૂછાતા મંત્રીએ કહ્યું હતું કે, કોઈ જગ્યાએ કોઈ ત્રુટિ હશે તો તેને સુધારીને પાલિકા દ્વારા લાભાર્થીઓને તેનો લાભ મળે તેવી કામગીરી કરવામાં આવશે તેવી લાગણી વ્યક્ત કરી હતી જો કે, જે લોકોને મકાન આપવામાં આવ્યા હતા તે લોકોને વર્ષોથી જે ભાડા ભરતા હતા તેમાંથી મુક્તિ મળી હોવાથી સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો




Latest News