મોરબીમાં વર્ષોથી ભાડા ભરતા પરિવારોનું ઘરના ઘરનું સપનું સરકારે સાકાર કર્યું: બ્રિજેશભાઇ મેરજા
કેન્દ્ર સરકારની કલ્યાણકારી યોજનાઓથી લોકહિતાર્થની ભાવના સાકાર થઇ રહી છેઃ બ્રિજેશભાઇ મેરજા
SHARE









કેન્દ્ર સરકારની કલ્યાણકારી યોજનાઓથી લોકહિતાર્થની ભાવના સાકાર થઇ રહી છેઃ બ્રિજેશભાઇ મેરજા
મોરબી શહેરનો આઠ વર્ષ સેવા સુશાસન અને ગરીબ કલ્યાણના અંતર્ગતનો કાર્યક્રમ પશુપાલન અને ગૌ સંવર્ધન તથા મોરબી જિલ્લા પ્રભારી મંત્રીશ્રી દેવાભાઇના અધ્યક્ષસ્થાને તથા શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત (સ્વંતત્ર હવાલો), ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણના રાજ્યમંત્રી બ્રિજેશભાઇ મેરજાની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાઇ ગયો.
જનસુખાકારીના સંકલ્પને સરકારની નેમ ગણાવતા રાજ્યમંત્રી દેવાભાઇ માલમે જણાવ્યું હતું કે, સમાજ કલ્યાણની વિવિધ યોજનાઓ દ્વારા છેવાડાના લોકોની દરકાર લેવામાં આવી રહી છે. સરકારની વિવિધ જનકલ્યાણની યોજનાઓનો ચિતાર આપી તેનાથી સમાજમાં આવેલ પરિવર્તન અંગે વિસ્તૃત છણાવટ કરી હતી. ઉપરાંત ગરીબ અને વંચીતોના જીવનધોરણમાં આ યોજનાઓથી આવેલ સુધારાની સાથે ટકાઉ વિકાસ અને આત્મનિર્ભર ભારતના પ્રધાનમંત્રીના સ્વપ્નની સિદ્ધિઓ વર્ણવી હતી.
ગરીબ કલ્યાણની સાથે સુસાશનની સુવાસને સાંકળી લેતા રાજ્યમંત્રી બ્રિજેશભાઇ મેરજાએ આ તકે જણાવ્યું હતું કે, ભારતભરમાં ભ્રષ્ટાચારને બદલે હવે શિષ્ટાચાર વ્યાપ્યો છે. સરકારની વિવિધ યોજનાઓ થકી લોકહિતાર્થની ભાવના સાકાર થઇ રહી છે. કિસાન સન્માન નિધિથી ધરતી પુત્રોનું સન્માન કરવામાં આવ્યું, ઉજ્જવલા યોજના ગેસની સુવિધા સાથે ઘરમાં સુખાકારીનું અજવાળુ લાવી તથા આવાસ યોજનાએ લોકોની માથે છત આપી. એમ વિવિધ યોજનાઓ થકી જનસુખાકારીના કાર્યો થઇ રહ્યા છે.
વધુમાં મંત્રી મેરજાએ પ્રધાનમંત્રી મુદ્રા યોજના, સ્વનિધિ યોજના વગેરેથી સમાજને થયેલા લાભોની ગાથા ગુંજતી મુકી હતી. ઉપરાંત મોરબી જિલ્લામાં મેડીકલ કોલેજની મંજૂરી, ૧૮ પેટા આરોગ્ય કેન્દ્ર, મોરબી સિવિલ હોસ્પિટલમાં પૂરતો અને સ્પેશ્યાલિસ્ટ સ્ટાફ વગેરે જેવા કામોની સિદ્ધિ વર્ણવી વિકાસના માર્ગે હરણફાળ ભરી રહેલા મોરબીમાં ૧૪૦૦ કરોડ જેટલી રકમના વિવિધ પ્રકલ્પો હાલમાં ચાલી રહ્યા છે તેવું વધુમાં જણાવ્યું હતું. આ પ્રસંગે મહાનુભવોના હસ્તે સખીમંડળ, પ્રધાનમંત્રી આવાસ યોજના, સ્વનિધિ યોજના, ઉજ્જવલા, મુદ્રા યોજના, વન નેશન વન રેશન, આયુષ્માન ભારત તેમજ પોષણ યોજનાના લાભાર્થીઓને સહાયનું વિતરણ કરાયું હતું.
આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લજીભાઇ દેથરીયા, મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી જયુભા જાડેજા, જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઇ શિહોરા, મોરબી નગરપાલિકા પ્રમુખ કુસુમબેન પરમાર, મોરબી જિલ્લા ભાજપના મહિલા પ્રમુખ સંગીતાબેન ભીમાણી, જિલ્લા પંચાયતના ચેરમેન હીરાભાઇ ટમારીયા અને જયંતીભાઇ પડસુંબીયા, મોરબી યાર્ડના ચેરમેન ભવાનભાઇ ભાગીયા, વાઇસ ચેરમેન મગનભાઇ વડાવીયા, મોરબી જિલ્લા ભાજપના માજી મહિલા પ્રમુખ મંજુલાબેન દેત્રોજા, જિલ્લા પંચાયતના માજી પમુખ કિશોરભાઇ ચીખલીયા, પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ઇલાબેન ગોહિલ તથા ઇશિતાબેન મેર, સર્વે પ્રાંત અધિકારી ડી.એ. ઝાલા, એમ.એ. ઝાલા તેમજ અધિકારી અને કર્મચારીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
