મોરબી જિલ્લામાં રહેણાક, કોમર્શિયલ અને ખેતીવાડીના ૨૯૭ કનેક્શનમાંથી ૭૯ લાખની વીજ ચોરી ઝડપાઇ
SHARE









મોરબી જિલ્લામાં રહેણાક, કોમર્શિયલ અને ખેતીવાડીના ૨૯૭ કનેક્શનમાંથી ૭૯ લાખની વીજ ચોરી ઝડપાઇ
મોરબી જીલ્લામાં છેલ્લા ઘણા સમયથી જુદાજુદા વિસ્તારમાં વીજ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને ત્યારે વીજચોરી પણ સામે આવે છે તેવામાં છેલ્લા ચાર દિવસથી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું જેમાં રહેણાક, કોમર્શિયલ અને ખેતીવાડીના ૨૯૭ કનેક્શનમાંથી ૭૯ લાખની વીજ ચોરી ઝડપાઇ છે
મોરબીમાં પીજીવીસીએલ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહયું છે ત્યારે જામનગર, ભુજ, અંજાર, મોરબીની ૩૦ જેટલી ટીમો કામે લાગી હતી અને હળવદ, ચરાડવા, વાંકાનેર, માળીયા, ટંકારા, મોરબી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું ત્યારે ચાર દિવસમાં રહેણાંક, કોર્મીશ્યલ, ખેતીવાડી સહિત કુલ ૨૬૯૩ કનકેશન ચેક કરતા ૨૯૭ કનેક્શનમાં ગેરરીતી સામે આવી હતી જેથી ૭૯ લાખ રૂપિયાની વીજ ચોરી પકડાઈ હોવાનું વીજ કંપનીના અધિકારીએ જણાવ્યુ છે
