મોરબી જિલ્લામાં રહેણાક, કોમર્શિયલ અને ખેતીવાડીના ૨૯૭ કનેક્શનમાંથી ૭૯ લાખની વીજ ચોરી ઝડપાઇ
વાંકાનેરના સરતાનપર નજીક દુકાન પાસેથી શંકાસ્પદ હાલતમાં ઝડપાયેલા શખ્સોને લોકોએ ધોઈ નાખ્યા
SHARE









વાંકાનેરના સરતાનપર નજીક દુકાન પાસેથી શંકાસ્પદ હાલતમાં ઝડપાયેલા શખ્સોને લોકોએ ધોઈ નાખ્યા
મોરબી જીલ્લામાં પોલીસને તસ્કરો સતત પડકાર ફેંકી રહયા છે અને કોઇને કોઈ વિસ્તારમાં ચોરી કરવામાં આવી રહી છે જેથી કરીને લોકોએ હવે માલ મિલકતની સલામતી માટે ઉજાગરા શરૂ કર્યા છે અને રાતના સમયે કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિ દેખાઈ તો તેને મેથી પાક ચાખડે છે આવી જ એક ઘટના વાંકાનેરના સરતાનપર ગામે બની હતી જેમાં રાતે દુકાન પાસે દેખાયેલા બે શખ્સને ઝડપી લીધા હતા અને તેને ધોઈ નાખ્યા હતા ત્યાર બાદ પોલીસને હવાલે કર્યા હતા
વાંકાનેરના સરતાનપર ગામ પાસે મોડીરાત્રીના ચોરી કરવા આવેલા હોય તેવા બે શખ્સ દુકાનો પાસે દેખાયા હતા અને ત્યાં જઈને લોકોએ તેને પૂછતાં તેના સગાની દુકાન છે તેવું કહ્યું હતું જેથી કરીને પકડાયેલા શખ્સો ખોટું બોલતા હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને તે કોણ છે અને કયાથી આવ્યા છે તેની પૂછપરછ શરૂ કરવામાં આવી હતી તેમાં સંતોષકારક જવાબ નહિ મળતા ગામના લોકોએ તે શખ્સોને ધોઈ નાખ્યા હતા અને પછી વાંકાનેર તાલુકા પોલીસને હવાલે કર્યા હતા
