હળવદ નજીક અકસ્માત સર્જીને ટ્રાવેલ્સના ડ્રાઈવરનું મોત નિપજાવનાર ટ્રેલર ચાલક સામે ગુનો નોંધાયો
SHARE









હળવદ નજીક અકસ્માત સર્જીને ટ્રાવેલ્સના ડ્રાઈવરનું મોત નિપજાવનાર ટ્રેલર ચાલક સામે ગુનો નોંધાયો
હળવદના કવાડીયા પાસે થોડા દિવસ પેહલા ટ્રાવેલ્સ અને ટ્રેલર વચ્ચે અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં ટ્રાવેલ્સના ડ્રાઈવર સહિત કુલ મળીને ૧૦ લોકોને ઇજા થઈ હતી માટે તેને સારવારમાં ખસેડાયા હતા અને સારવાર દરમ્યાન હાલમાં ટ્રાવેલ્સના ડ્રાઈવરનું મોત નીપજયું હતું આ બનાવમાં હાલમાં ટ્રેલર ચાલકની સામે હળવદ તાલુક પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.
હળવદ ધાંગધ્રા હાઈવે રોડ ઉપર આવેલ કાવડિયા નજીક ટ્રાવેલ્સ જીજે ૫ ઝેડ ૦૭૩૦ અને ટ્રેલર જીજે ૧૨ બીડબલ્યુ ૫૧૦૯ વચ્ચે અકસ્માત થયો હતો જેમાં ટ્રાવેલ્સનો ડ્રાઈવર સહિત કુલ ૧૦ જેટલા લોકોને ઇજા થઈ હતી અને ટ્રાવેલ્સનો ડ્રાઈવર વાહનમાં ફસાઇ ગયો હતો જેથી તેને મહામહેનતે બહાર કાઢવામાં આવ્યો હતો અને તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે લઈ ગયા હતા જો કે, ટ્રાવેલ્સના ડ્રાઈવર પ્રદીપભાઈ મૂળજીભાઇ પરમાર (૫૯) રહે. વૃંદાવન પાર્ક ધ્રાંગધ્રા વાળનું સારવાર દરમ્યાન મોત નીપજયું હતું જેથી હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હાલમાં ઉપેન્દ્રભાઈ શાંતિલાલ રામાવત (૪૯) ધ્રાંગધ્રા વાળાએ ફરિયાદ નોંધાવતાં અકસ્માત સર્જીને વાહન છોડીને નાસી ગયેલા ટ્રેલર ચાલકની સામે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.
વાહન સ્લીપ થતાં ઇજા
મોરબીના શનાળા રોડ ઉમિયા આશ્રમ પાછળ ભાંડિયાની વાડી વિસ્તારમાં રહેતા હસમુખભાઇ ખોડાભાઈ નકુમ બાઈક લઈને જતા હતા ત્યારે રસ્તામાં ઉમિયા સર્કલ નજીક બાઇક સ્લીપ થઇ જતાં ઇજાઓ થતાં હસમુખભાઈ નકુમને સારવારમાં લઇ જવાયા હતા.જ્યારે મોરબીના નવલખી રોડ રણછોડનગર વિસ્તારમાં રહેતો માહિર ભકિતભાઈ ભોજવી નામનો ૧૯ વર્ષીય યુવાન બાઈક લઈને જતો હતો ત્યારે રસ્તામાં તેનું બાઇક સ્લીપ થઇ જતાં તેને પણ સારવારમાં ખસેડાયો હતો.
