હળવદ નજીક અકસ્માત સર્જીને ટ્રાવેલ્સના ડ્રાઈવરનું મોત નિપજાવનાર ટ્રેલર ચાલક સામે ગુનો નોંધાયો
મોરબીના ઘુટુ પાસે આવેલ માર્કો વિલેજમાંથી બાઈકની ચોરી
SHARE









મોરબીના ઘુટુ પાસે આવેલ માર્કો વિલેજમાંથી બાઈકની ચોરી
મોરબી નજીકના ઘુટુ ગામ પાસે આવેલ માર્કો વિલેજમાં પાર્ક કરેલા બાઇકને કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરી ગયેલ છે જેથી કરીને ભોગ બનેલા યુવાને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બાઈક ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી નજીકના ઘુટુ ગામ પાસે હરિઓમ સોસાયટીની બાજુમાં આવેલ માર્કો વિલેજમાં રહેતા લાલદાસ ઘનશ્યામભાઈ વૈષ્ણવ જાતે બાવાજી (ઉંમર ૩૬) એ પોતાના ઘર પાસે ગત તા. ૩૧ ના રોજ રાતે પોતાનું બાઇક નંબર જીજે ૩૬ એએ ૪૮૯૪ પાર્ક કરીને મૂક્યું હતું જે ૩૦,૦૦૦ રૂપિયાની કિંમતના બાઇકની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને હાલમાં ભોગ બનેલા લાલદાસભાઈ દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બાઈક ચોરીની ફરિયાદ નોંધવામાં આવેલ છે જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
દેશીદારૂની ભઠ્ઠી
ટંકારામાં ઉગમણા નાકા પાસે રહેતા શખસના ઘરની અંદર દેશી દારૂ બનાવવા માટેની ભઠ્ઠી ચાલુ હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે ઘરમાંથી દેશી તૈયાર ૧૦ લિટર દેશી દારૂ અને દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો ૧૮૦ લિટર આથો અને અન્ય સાધન સામગ્રી મળીને કુલ ૨૭૭૦ રૂપિયાના મુદ્દામાલ કબજે કરીને પોલીસે અશ્વિનભાઈ કરસનભાઈ સોલંકી (ઉંમર ૨૭) રહે ઉગમણા નાકા પાસે ટંકારા વાળાની ધરપકડ કરી હતી.
દેશીદારૂની ભઠ્ઠી
વાંકાનેર તાલુકાના અદેપર ગામની સીમમાં વાડીએ દેશી દારૂ બનાવવા માટેની ભઠ્ઠી ચાલુ હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો ૫૦૦ લિટર આથો મળી આવ્યો હતો તેમજ અન્ય સાધન સામગ્રી અને તૈયાર ૨૨ લીટર દેશીદારૂ સ્થળ ઉપરથી મળી આવ્યો હતો જેથી કરીને પોલીસ દ્વારા ૧૫૦૦ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કરેલ છે અને આ દેશી દારૂની ભઠ્ઠી હસમુખભાઈ ધરમશીભાઈ વાઘાણી રહે. નાળિયેરી તાલુકો ચોટીલા વાળાની હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને તેની સામે ગુનો નોંધીને તેને પકડવા માટે પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે.
દવાના ટીકડા ખાઈ લીધા
મોરબીના રવાપર રોડ ઉપર આવેલ કાયાજી પ્લોટ શેરી નં-૪ માં રહેતા પાર્થભાઈ કિરીટભાઈ કક્કરના પત્ની કૃપાબેન (ઉંમર ૨૮) એ પોતાના ઘરે હતા ત્યારે કોઈ કારણોસર અનાજમાં નાખવાની દવાની ટીકડીઓ ખાઈ લીધી હતી માટે તેને તાત્કાલિક સારવાર માટે મોરબીના સાવસર પ્લોટ વિસ્તારમાં આવેલ મંગલમ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા અને આ બનાવની મોરબી સીટી એ ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુમાં સૂત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે પરણિતાનો લગ્નગાળો અઢી વર્ષનો છે અને તેને ત્યાં કારણોસર દવા પીધી હતી તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે.
