મોરબી જિલ્લામાં ક્યાંક્યાં ગામોમાં નવા આરોગ્ય કેન્દ્ર બનસે જાણો અહી
SHARE









મોરબી જિલ્લામાં ક્યાંક્યાં ગામોમાં નવા આરોગ્ય કેન્દ્ર બનસે જાણો અહી
મોરબી જિલ્લામાં લોકોના આરોગ્યની સુખાકારીમાં વધારો કરવામાં આવે તે માટે સરકાર દ્વારા આરોગ્ય લક્ષી સુવિધાઓમાં વધારો કરવામાં આવી રહયો છે અને મોરબી જીલ્લામા એક પીએચસી અને ૧૮ પેટા આરોગ્ય કેન્દ્રને નવા બાંધકામની મંજૂરી આપવામાં આવી છે.
મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામે પીએચસી તથા માળીયા(મી.) ના મોટા દહિસરા, ભાવપર, કુંતાસી, મોટાભેલા, વાધરવા અને વાંકાનેરના પીપળીયા રાજ, રાજાવડલા, અગાશી પીપળીયા તો હળવદના માલણીયાદ, ગાલાસણ, સુરવદર, જુના દેવળીયા, ટીકર-૧ તેમજ ટંકારાના સાવડી અને મોરબી તાલુકાના આદરણા, લુટાવદર, ભડીયાદ ઘુનડા(સ)ના પેટા આરોગ્ય કેન્દ્ર ઘણાં સમયથી જર્જરીત હતા જેને નવા બનાવવા માટે સરકારમાંથી મંજુરી આપવામાં આવી છે જેથી મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુલાલ શિહોરા, ઉપપ્રમુખ જાનકીબેન કૈલા, કારોબારી સમિતિના ચેરમેન જયંતીલાલ ડી. પડસુંબીયાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, મંત્રી અને મોરબી માળીયાના ધારાસભ્ય બ્રિજેશ મેરજા તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયાનો આભાર વ્યક્ત કરેલ છે.
