મોરબી જિલ્લામાં ક્યાંક્યાં ગામોમાં નવા આરોગ્ય કેન્દ્ર બનસે જાણો અહી
માળીયા-વનળીયા ગ્રામ પંચાયતને આધુનિક જેટીંગ મશીન : મંત્રી મેરજાના હસ્તે લોકાર્પણ
SHARE









માળીયા-વનળીયા ગ્રામ પંચાયતને આધુનિક જેટીંગ મશીન : મંત્રી મેરજાના હસ્તે લોકાર્પણ
મોરબી માળીયાના ધારાસભ્ય અને રાજયના મંત્રી બ્રીજેશભાઇ મેરજાના વરદ હસ્તે નવરચીત માળિયા વનાળિયા ગ્રામ પંચાયત ખાતે જિલ્લા પંચાયતની ત્રાજપર-૨૪ ની બેઠકના સદસ્ય અને જિલ્લા પંચાયતની આરોગ્ય સમિતિના ચેરમેન હીરાલાલ ટમારીયાની ૧૫ માં નાણાંપંચની ગ્રાન્ટમાંથી જેટિંગ મશિન આપવામાં આવ્યું છે તેનું મંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને માળીયા-વનળીયા ગ્રામ પંચાયતમાં ગટર સાફ કરવા માટે આ જેટીંગ મશીન ઉપયોગી બનશે આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઈ સિહોરા સહિતના પદાધિકારીએ અને અધિકારીઓએ તેમજ માળીયા-વનાળીયા ગ્રામ પંચાયતના સરપંચ ધનીબેન રામજીભાઇ પરમાર, ઉપસરપંચ પ્રેમીલાબેન દિનેશભાઇ પરમાર, ચેરમેન જગદિશભાઇ હિરાભાઇ ચાવડા અને તલાટીકમ મંત્રી નરસંગભાઇ ડાંગર સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
