માળીયા-વનળીયા ગ્રામ પંચાયતને આધુનિક જેટીંગ મશીન : મંત્રી મેરજાના હસ્તે લોકાર્પણ
ટંકારાના સજનપર ગામની શાળાએ ઇતિહાસ સર્જ્યો : શાળાના બે વિદ્યાર્થી NMMS પરીક્ષામાં તાલુકામાં પ્રથમ
SHARE









ટંકારાના સજનપર ગામની શાળાએ ઇતિહાસ સર્જ્યો : શાળાના બે વિદ્યાર્થી NMMS પરીક્ષામાં તાલુકામાં પ્રથમ
તાજેતરમાં એનએમએમએસની પરીક્ષા લેવામાં આવી હતી જેમાં ટંકારા તાલુકાની જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો તેમાં ટંકારાના સજનપર ગામની શાળાના વિદ્યાર્થીઓએ પણ ભાગ લીધો હતો અને આ શાળાના વિદ્યાર્થી કાસુન્દ્રા હેત રમેશભાઈએ સમગ્ર મોરબી જિલ્લામાં સાતમો ક્રમ અને ટંકારા તાલુકામાં પ્રથમ ક્રમ મેળવી અદ્વિતીય સિદ્ધિ હાંસલ કરેલ છે. આ શાળાના કુલ ૧૨ વિદ્યાર્થીઓ માંથી ૭ વિદ્યાર્થીઓ પાસ થયા અને ૨ વિદ્યાર્થીઓએ જિલ્લાના મેરીટમા સ્થાન મેળવ્યું છે જેથી શાળાના આચાર્ય અલ્પેશભાઈ પુજારા, સરપંચ રીનાબેન જાદવ તેમજ એસએમસીના અધ્યક્ષ રૈયાણી નંદલાલભાઈએ તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી.નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ પરીક્ષા (NMMS) આ પરીક્ષા પાસ કરી મેરીટમાં આવતા વિદ્યાર્થીઓને સરકારશ તરફથી ધો. ૯ થી ધો. ૧૨ સુધી દર મહિને રૂ.૧૦૦૦ એમ કુલ રૂ. ૪૮,૦૦૦ જેટલી સ્કોલરશીપ આપવામાં આવે છે.
અત્રે ઉલેખનીય છે કે, વર્ષ ૨૦૧૫ થી શાળામાં ધો.૮ ના બાળકોને એનએમએમએસની પરીક્ષા આપવા માટે માર્ગદર્શન આપવામાં આવતું હતું જેમાં શિક્ષકોની અથાગ મહેનત અને આચાર્યનું સતત માર્ગદર્શન રહેતું હતું છેલ્લા ત્રણ વર્ષથી શાળાના બાળકો આ પરીક્ષામાં પાસ તો થઈ જતા હતા પરંતુ જિલ્લાના મેરીટમા આવતા ન હતા અને આ વર્ષે શાળાના શિક્ષિકા ભારતીબેન પી. દેત્રોજાએ શાળાના બાળકોને એનએમએમએસની પરીક્ષામાં મેરીટ સ્થાન અપવાવા માટે નિશ્ચય કર્યો હતો અને આ કાર્ય શાળાના બાળકોના અભ્યાસના સમય સિવાયના સમયમાં તૈયારી કરાવાવાનું શરૂ કર્યું હતું અને બાળકોએ પણ ઉત્સાહ તૈયારી કરી હતી અને વિદ્યાર્થિની તેમજ શિક્ષક અને આચાર્ય અલ્પેશભાઇ પૂજારાની મહેનતથી આ સિધ્ધ મળેલ છે.
