મોરબીના જુના રફાળેશ્વર રોડે કારખાનાના ગોડાઉનમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત
હળવદના સાપકડા ગામે વાડીએ એકલી પરિણીતા ઝેરી દવા પી જતાં સારવારમાં ખસેડાઇ
SHARE









હળવદના સાપકડા ગામે વાડીએ એકલી પરિણીતા ઝેરી દવા પી જતાં સારવારમાં ખસેડાઇ
હળવદ તાલુકાના સાપકડા ગામે વાડીએ એકલી હતી ત્યારે મહિલા કોઈ કારણોસર ઝેરી દવા પી ગઈ હતી જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવી હતી અને આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે
જાણવા મળતી વિગત પ્રમાણે હળવદ તાલુકાના સાપકડા ગામે રહેતા પ્રહલાદભાઈ જસમતભાઈ રાઠોડ જાતે દલવાડીના પત્ની મીનાબેન (ઉંમર ૨૩) સાપકડા ગામ પાસે આવેલ પોતાની વાડીએ બપોરના સમયે એકલા હતા ત્યારે કોઇપણ કારણોસર તેઓ ઝેરી દવા પી ગયા હતા જેથી કરીને તેને ઝેરી અસર થઇ હોવાથી તાત્કાલિક સારવાર માટે હળવદની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુમાં પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે પરિણીતાનો લગ્ન ગાળો બે વર્ષનો છે અને તેને ક્યાં કારણોસર ઝેરી દવા પીધી છે તે દિશામાં હાલમાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે
વૃદ્ધનું મોત
વાંકાનેરના નવાપરામાં આવેલ કૃષ્ણનગરમાં રહેતા મધુભાઈ રામજીભાઈ ઓર જાતે રાજપૂત (ઉંમર ૬૦)ને તેઓ પોતાના ઘરે હતા ત્યારે હૃદયનો હુમલો આવી જતાં તેનું મોત નીપજ્યું હતું અને તેના ડેડ બોડીને ગાંડુભાઈ ડાભી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની વાંકાનેર સીટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી
