મોરબીના જાંબુડીયા પાસે ડમ્પર ચાલકે રીક્ષાને હડફેટે લેતા ઇજા પામેલ યુવાન સારવારમાં વાંકાનેરના મેસરીયા ગામે ઘરે છત ઉપરથી નીચે પડતાં ઇજા પામેલ વૃદ્ધનું સારવારમાં મોત વાંકાનેરના લાકડધાર ગામ પાસે દારૂની બે રેડ: 54 બોટલ દારૂ સાથે બે પકડાયા, એકની શોધખોળ સોડા બોટલની આડમાં દારૂની હેરફેરી !: વાંકાનેર બાઉન્ટ્રી નજીકથી 4,896 બોટલ દારૂ-11,436 બીયર ભરેલ ટ્રક સાથે બે શખ્સ પકડાયા મોરબી તાલુકામાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપીના રેગ્યુલર જામીન મંજૂર કોમી એકતા: માળિયા (મી)ના સરવડ ગામે ન્યાજે હુસેન સબીલનું આયોજન મોરબી જિલ્લા સેવા સદન ખાતે સાંસદ કેસરીદેવસિંહ ઝાલાનું જનસંપર્ક કાર્યાલય શરૂ કરાયું મોરબી શહેરી અને તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ 23 જુલાઈએ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીના લાયન્સનગર-યમુનાનગર પાસે જુગારની બે રેડ: સાત જુગારી પકડાયા


SHARE

















મોરબીના લાયન્સનગર-યમુનાનગર પાસે જુગારની બે રેડ: સાત જુગારી પકડાયા

મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ લાયન્સનગર તેમજ નવલખી રોડ ઉપર આવેલી યમુના નગર પાસે જુગારની જુદી જુદી બે રેડ કરવામાં આવી હતી દરમિયાન સાત જુગારીઓ જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેઓની પાસેથી કુલ ૭૯૦૦ રૂપિયાની રોકડ કબજે કરી તેની સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના વીસીપરા વિસ્તારની અંદર આવેલા લાઇન્સનગરના ખૂણા પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી પોલીસને મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી અને ત્યારે સ્થળ ઉપર મૂળજીભાઈ પુંજાભાઈ ચાવડા, મનીષભાઈ મોહનભાઇ પરમાર, અશોકભાઈ પ્રેમજીભાઈ પરમાર અને અશોકભાઈ ડાયાભાઈ ધંધુકિયા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેની પાસેથી ૫૦૫૦ રૂપિયાની રોકડ કબજે કરી હતી અને ચારેય શખ્સોની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી આ ઉપરાંત જુગારની બીજી રેડ રણછોડનગર થી યમુનાનગર તરફ જવાના રસ્તા ઉપર કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપર જુગાર રમતા રોહિતભાઈ માવજીભાઈ ચૌહાણ, અનિલભાઈ મનોજભાઈ ચૌહાણ અને ખાનજીભાઈ પ્રેમજીભાઈ ચાવડા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેઓની પાસેથી ૨૮૫૦ રૂપિયાની રોકડ કબજે કરીને તેની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી




Latest News