મોરબીના લાયન્સનગર-યમુનાનગર પાસે જુગારની બે રેડ: સાત જુગારી પકડાયા
હળવદના રાયસંગપુર નજીક વાડીએ ઈલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત
SHARE









હળવદના રાયસંગપુર નજીક વાડીએ ઈલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત
હળવદ તાલુકાના રાયસંગપુર ગામની સીમમાં વાડીએ નદીકાંઠે કામગીરી દરમિયાન ઈલેક્ટ્રીક શોટ લાગતા એમપીના યુવાનનું મોત નીપજયું હતું જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે હળવદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મુળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના અલીકામત ગામના રહેવાસી અને હાલમાં મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં રાયસંગપુર ગામે હમીરભાઇ ચૌહાણની વાડીએ રહેતા અને ત્યાં મજૂરી કામ કરતા રવિભાઈ દિતુભાઈ વાસક્લ જાતે આદિવાસી (ઉંમર ૨૧) વાડીએ કામગીરી કરી રહ્યા હતા ત્યારે નદી કાંઠા પાસે તેને ઈલેક્ટ્રીક સોટ લાગવાના કારણે તેનું સ્થળ પર જ મોત નિપજયુ હતું ત્યાર બાદ તેના મૃતદેહને પીએમ માટે હળવદની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને અકસ્માતના આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી
