મોરબીના જાંબુડીયા પાસે ડમ્પર ચાલકે રીક્ષાને હડફેટે લેતા ઇજા પામેલ યુવાન સારવારમાં વાંકાનેરના મેસરીયા ગામે ઘરે છત ઉપરથી નીચે પડતાં ઇજા પામેલ વૃદ્ધનું સારવારમાં મોત વાંકાનેરના લાકડધાર ગામ પાસે દારૂની બે રેડ: 54 બોટલ દારૂ સાથે બે પકડાયા, એકની શોધખોળ સોડા બોટલની આડમાં દારૂની હેરફેરી !: વાંકાનેર બાઉન્ટ્રી નજીકથી 4,896 બોટલ દારૂ-11,436 બીયર ભરેલ ટ્રક સાથે બે શખ્સ પકડાયા મોરબી તાલુકામાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપીના રેગ્યુલર જામીન મંજૂર કોમી એકતા: માળિયા (મી)ના સરવડ ગામે ન્યાજે હુસેન સબીલનું આયોજન મોરબી જિલ્લા સેવા સદન ખાતે સાંસદ કેસરીદેવસિંહ ઝાલાનું જનસંપર્ક કાર્યાલય શરૂ કરાયું મોરબી શહેરી અને તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ 23 જુલાઈએ યોજાશે
Breaking news
Morbi Today

મોરબી સહિત દેશમાં બાળમજૂરી રોકવી ન માત્ર સરકાર પરંતુ સમાજની પણ જવાબદારી: દેવેન રબારી


SHARE

















મોરબી સહિત દેશમાં બાળમજૂરી રોકવી ન માત્ર સરકાર પરંતુ સમાજની પણ જવાબદારી: દેવેન રબારી

બાળકોને ઇશ્વરનું રૂપ કહેવામા આવે છે જો કે, વસતાવમાં બાળકોનું ભવિષ્ય અંધકારમય બની રહ્યું છે. અને શિક્ષણ પ્રાપ્ત કરવાની ઉંમરમાં બાળકો જુદીજુદી જગ્યાએ મજૂરી કરતાં જોવા મળતા હોય છે આ સમાજની સૌથી મોટી દુર્દશા કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી ખરેખર રાષ્ટ્રની મહામૂલી સંપત્તિ વેડફાતી રહી છે તેની હાલમાં કોઈને પડી નથી. તેવું મોરબીમાં આવેલ યંગ ઈન્ડિયા ગ્રૂપના ડો.દેવેન રબારીએ જણાવ્યુ છે

જીવનનો મહામૂલો તબક્કો બાળપણ હોય છે જેનાથી અનેક બાળકોની વંચિત રહે છે અને નાની ઉમરે જ મજૂરી કામમાં જોતરી દેવામાં આવે છે તે વાસ્તવિકતા છે જો બાળમજૂરીને વહેલી તકે દૂર કરવા કોઈ નક્કર પગલાં લેવામાં નહિ આવે તો બાળમજૂરો રોકવા માટે કાયદા ઘણા બનાવવામાં આવેલ છે જો કે, કાયદાઓનું અસરકારક અમલીકરણ નથી થતું તે નિર્વિવાદિત વાત છે વર્ષોથી ભારત સરકાર તેમજ રાજ્ય સરકાર બાળકોના ઉત્થાન માટે અનેક યોજનાઓની શરૂઆત કરી છેજેનાથી બાળકોના જીવન તેમજ શિક્ષણમાં સકારાત્મક અસર જોવા મળે. શિક્ષણનો અધિકાર પણ બાળમજૂરી નાબૂદ કરવાની દિશામાં પ્રશંસનીય કાર્ય છે. તેમછતાં હજુ પણ બાળમજૂરીની સમસ્યા એક વિકટ સમસ્યા તરીકે તેમના બાળપણને નષ્ટ કરી રહી છે.

ભણવા અને રમવાની ઉંમરે બાળક મજૂરી કરેઅભણ રહી જાય અને પછી તેના બાળકની હાલત પણ તેના જેવી જ થાય. આ બાળમજૂર ભવિષ્‍યમાં અભણ મતદાર તથા નિષ્‍ક્રીય અજાગૃત નાગરીક બને. પરીણામે કુટુંબગામસમાજ તથા દેશ બરબાદ થાય. વળી બાળમજૂરીને કારણે બાળકને નિશાળની તક ન મળે. પતંગ ચગાવવાની વયે તે પતંગ બનાવતો હોય છે. ફટાકડા ફોડવાની વયે તે ફટાકડા બનાવતો હોય છે. આમ સતત શોષણતણાવ અને હાડમારીમાં જીવતો બાળક દુઃખ ભૂલવા ખોટા માર્ગે ચડી વ્‍યસનોનો શિકાર થઈને ગુનાખોરી તરફ પણ ધકેલાઈ જાય છે.

બાળમજૂરી નાબૂદી અંગે મજૂરપંચે નિમેલ અભ્યાસુ જૂથના સૂર એવો હતો કે બાળમજૂરને શોષણ સામે રક્ષણ આપવા માત્રનું જ વિચારવાનું નથીપરંતુ તેમના ઉજ્જવળ ભવિષ્ય માટેની ખાતરી બંધાવવાના વલણથી વિચારવુ જોઈએ. બાળમજૂરી દૂર કરવા વિષચક્રમાં ફસાયેલા ગરીબ-પછાત લોકોને ઉગારવા પડશે. સાથે સાથે વ્યાપક લોકો શિક્ષણ પણ એટલું જ જરૂરી બની જાય છે. બાળક સંપૂર્ણસંવેદનાત્મકબૌદ્ધિક અને આધ્યાત્મિક પરિપકવતા અને સ્થિરતા પ્રાપ્ત કરી શકે તથા રાષ્ટ્ર ઘડતરની પ્રક્રિયામાં તેની શું ભૂમિકા છે તે પણ સમજી શકે એવો નાગરિક બને એવી શિક્ષણ વ્યવસ્થા ઊભી કરવી આવશ્યક છે




Latest News