મોરબીના જાંબુડીયા પાસે ડમ્પર ચાલકે રીક્ષાને હડફેટે લેતા ઇજા પામેલ યુવાન સારવારમાં વાંકાનેરના મેસરીયા ગામે ઘરે છત ઉપરથી નીચે પડતાં ઇજા પામેલ વૃદ્ધનું સારવારમાં મોત વાંકાનેરના લાકડધાર ગામ પાસે દારૂની બે રેડ: 54 બોટલ દારૂ સાથે બે પકડાયા, એકની શોધખોળ સોડા બોટલની આડમાં દારૂની હેરફેરી !: વાંકાનેર બાઉન્ટ્રી નજીકથી 4,896 બોટલ દારૂ-11,436 બીયર ભરેલ ટ્રક સાથે બે શખ્સ પકડાયા મોરબી તાલુકામાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપીના રેગ્યુલર જામીન મંજૂર કોમી એકતા: માળિયા (મી)ના સરવડ ગામે ન્યાજે હુસેન સબીલનું આયોજન મોરબી જિલ્લા સેવા સદન ખાતે સાંસદ કેસરીદેવસિંહ ઝાલાનું જનસંપર્ક કાર્યાલય શરૂ કરાયું મોરબી શહેરી અને તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ 23 જુલાઈએ યોજાશે
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં સાસંદ મોહનભાઈ કુંડારીયાના અધ્યક્ષસ્થાને દિશા કમિટિની બેઠક યોજાઇ


SHARE

















મોરબી જિલ્લામાં સાસંદ મોહનભાઈ કુંડારીયાના અધ્યક્ષસ્થાને દિશાકમિટિની બેઠક યોજાઇ

મોરબી જિલ્લામાં સાંસદની વિવિધ વિભાગોના આધિકારીઓની હાજરીમાં કલેકટર કચેરીના સભાખંડમાં દિશાકમિટિની બેઠક યોજાઇ હતી જેમાં ભૌતિક અને નાણાંકીય કામગીરી અંગે સાંસદે માહિતી મેળવી હતી અને પ્રગતિ હેઠળના કામો તાત્કાલીક પૂર્ણ કરવા અધિકારીઓને તાકીદ કરી હતી

આ બેઠકમાં શ્યામાપ્રસાદ મુખર્જી રુર્બન મિશન હેઠળ થયેલા કામોની વિગતો જાણી તેમાં નવી આંગણવાડીમાં બાંધકામ અને રિપેરીંગ અંગેના પ્રગતિ હેઠળના કાર્યો જલ્દીથી પૂર્ણ કરવા તાકીદ કરી હતી જ્યારે મનરેગા યોજના હેઠળ રમત-ગમતના મેદાનો તેમજ સામૂહિક કામો અંગે ચર્ચા કરી હતી. પ્રધાનમંત્રી આવાસ યોજનામાં જે આવાસોનું બાંધકામ બાકી રહી ગયેલ છે તેને ઝડપથી પૂર્ણ કરવા સૂચના આપી હતી. મોરબી નગરપાલિકામાં જે પ્રોજેક્ટ અધુરા છે તેની સબંધિત એજન્સીને તે કામ જલ્દી થી પૂર્ણ કરવા તેમજ આ અંગે કમિટી બનાવી ૧૫ દિવસમાં અહેવાલ તૈયાર કરવા સાંસદ મોહનભાઇ કુંડારિયાએ સૂચના આપી હતી.

સાંસદ મોહનભાઇ કુંડારિયાએ સંકલિત બાળ વિકાસ સેવા યોજના હેઠળ દત્તક લીધેલા બાળકોને મળતા પોષણ અંગે જાણકારી મેળવી તેમજ તેમનું મોનીટરીંગ જાળવવા અને મધ્યાહન ભોજન અંગે જાણકારી મેળવી જરૂરી સૂચનાઓ જે તે સંબંધિત વિભાગના અધિકારીઓને આપવામાં આવી હતી તેમજ ખાણ ખનીજ વિભાગ વિશે ચર્ચા કરી ઉપસ્થિત થતી પરિસ્થિતિ અંગે પણ ચર્ચા કરી હતી. આ બેઠકમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઈલાબેન ગોહીલે બેઠકનું સંચાલન કરી સબંધિત વિભાગના અધિકારીએ દરેક પ્રોજેક્ટમાં થયેલી કામગીરી રજૂ કરી હતી જેના આધારે કેન્દ્ર તથા રાજ્ય સરકારની સંકલીત યોજનાઓમાં મોરબી જિલ્લાઓમાં થયેલા કામોની સમીક્ષા કરવામાં આવી હતી.

આ બેઠકમાં મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઈ શિહોરા, કલેકટર જે.બી. પટેલ, જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ, નિવાસી અધિક કલેકટર એન.કે. મુછાર, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ઈશિતા મેર, મોરબી પ્રાંત અધિકારી ડી.એ. ઝાલા, વાંકાનેર પ્રાંત અધિકારી એ.એચ. શેરસીયા, જિલ્લા શિક્ષણાધિકારી બી.એમ. સોલંકી, જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી જે.એમ. કતીરા, મોરબી પાલિકાના ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલા તેમજ સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.




Latest News