મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબીમાં હર ઘર તિંરગા અભિયાન અંતર્ગત જનજાગૃતિ અભિયાન હાથ ધરાશે


SHARE







મોરબીમાં હર ઘર તિંરગા અભિયાન અંતર્ગત જનજાગૃતિ અભિયાન હાથ ધરાશે

આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ સમગ્ર દેશમાં હર ઘર તિરંગા અભિયાન હાથ ધરવામાં આવશે. આ અંગે કેન્દ્રીય ગૃહ મંત્રી અમીતભાઇ શાહે હર ઘર તિરંગા કાર્યક્રમની જાહેરાત કરીને સમગ્ર દેશમાં અભિયાનમાં વધુને વધુ લોકો ભાગ લે તે આહ્વાન કરી વધુને વધુ આ કાર્યક્રમમાં જોડાય તે માટે વિવિધ કાર્યક્રમો યોજવા વહિવટી તંત્રને દિશા-નિર્દેશો આપવામાં આવ્યા છે.

આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર દ્વારા અનેકવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે ત્યારે આપણા દેશની આન, બાન અને શાન એવા તિરંગો ઘર ઘર સુધી પહોંચે તે માટે વિશેષ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. આ માટે સરકાર દ્વારા આગામી સમયમાં વિવિધ જનજાગૃતિના કાર્યક્રમો જિલ્લા તેમજ તાલુકા સ્તરે હાથ ધરવામાં આવનાર છે. રાષ્ટ્રવાદ જગાડવા માટે સમગ્ર દેશમાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ગુજરાત રાજ્ય સૌથી મહત્વનો ભાગ ભજવશે ત્યારે આપણો મોરબી જિલ્લો પણ હર ઘર તિરંગા અભિયાનમાં મહત્વનું યોગદાન પ્રદાન કરશે. આ અંગે જિલ્લા કલેક્ટર જે.બી. પટેલ તેમજ સમગ્ર વહિવટી તંત્રના સંયુક્ત પ્રયાસો હાથ ધરવામાં આવનાર છે.

તિરંગો ઘર ઘર, ગામે-ગામ, દુકાનો, ફેક્ટરી, શાળાઓ સહિત અનેક સ્થાનો પર ૧૧ થી ૧૭ ઓગસ્ટ સુધી ફરકાવવામાં આવે તે અંગે કાર્યયોજના તૈયાર કરવામાં આવી રહી છે. વધુમાં તિરંગો ફરકાવવા માટે તેનું સન્માન જળવાઇ રહે તે માટે પ્રોટોકોલની પણ સમજ આપવામાં આવશે. આગામી ૧૫મી ઓગસ્ટના દિવસે હર ઘર તિરંગા કાર્યક્રમને લીલીઝંડી આપી ગૃહ મંત્રાલયે લોકોમાં દેશભાવના જાગે અને દેશ પ્રત્યે સંવેદના રહે તે માટે આ કાર્યક્રમ દેશ-વિદેશમાં ઉજવવામાં આવશે. આ કાર્યક્રમ માટે સરકારશ્રીએ હવે માત્ર ખાદીનો જ નહીં પરંતુ પોલીસ્ટર, કોટન સહિતના કાપડમાંથી પણ બનાવવાની છુટ આપી છે. અત્યાર સુધી હાથ વણાટનો અને ખાદીનો તિરંગો રાષ્ટ્રીય તેમજ રાજ્ય સ્તરે ઉપયોગમાં લેવામાં આવતો હતો.






Latest News