મોરબી જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં અધિકારી કર્યા ચોકાવનારા ખુલાસા !
મોરબીમાં સામાન્ય નાગરિકથી લઈને સિરામીક ઉદ્યોગકાર સુધીના વીજ કંપનીથી ત્રાહિમામ
SHARE









મોરબીમાં સામાન્ય નાગરિકથી લઈને સિરામીક ઉદ્યોગકાર સુધીના વીજ કંપનીથી ત્રાહિમામ
મોરબીમાં છેલ્લા ઘણા સમયથી પ્રીમોનસુન કામગીરી વીજ કંપની દ્વારા કરવામાં આવી રહી છે જેથી કરીને વારંવાર વીજ પુરવઠો બંધ કરવામાં આવે છે જેના કારણે સામાન્ય લોકોથી લઈને સિરામીક ઉદ્યોગકાર સુધીના તમામ લોકો વીજ કંપનીથી ત્રાહિમામ પોકારી ગયા છે ખાસ કરીને સિરામિક ઉદ્યોગ ૨૪ કલાક ચાલુ રહે છે તો પણ વીજ પુરવઠો ત્યાં નિયમિત રીતે આપવામાં આવતો નથી જેથી ઉદ્યોગકારોને કરોડો રૂપિયાનો ફટકો પડે છે.
મોરબી જીલ્લામાં પ્રિમોન્સુન કામગીરી અગાઉ સંપ્પન થઇ ગઈ હોવા છતાં વીજતંત્રએ સિરામીક ઝોનમાં ૧૨ કલાકથી વીજ પુરવઠો આપેલ ન હતો જેથી સીરામીક ઉદ્યોગ ચાલુ રાખવા ઉદ્યોગકારોને મોંઘાભાવનું ડીઝલ બાળી જનરેટર આધારે કારખાના ચાલુ રાખવા પડ્યા હતા અને વીજતંત્રની બેદરકારીના લીધે ઉદ્યોગકારોને નુકશાન થયું હતું જેથી કરીને ઉચ્ચકક્ષાએ ફરિયાદ પણ કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે
મોરબી હળવદ રોડ, પીપળી રોડ, માટેલ રોડ સહિતના સિરામીક ઝોનમા ૧૨ કલાકથી વધુ સમયથી પાવર કાપી નાખવામાં આવતા ઉદ્યોગકારોમાં દેકારો બોલી ગયો હતો અને અચાનક વીજપુરવઠો કાપી નાખવામાં આવતા સિરામીક ઇન્ડસ્ટ્રીઝમાં મોટી નુકશાની આવેલ છે વધુમાં સિરામીક ઉદ્યોગકારોએ જણાવ્યુ હતું કે, બેદરકાર અધિકારીઓ પોતાની મનમાની કરીને બેફીકરાઈથી જવાબ આપે છે. જેના કારણે ઉધોગોને મોટી નુકશાની સહન કરવી પડે છે
