મોરબીમાં સામાન્ય નાગરિકથી લઈને સિરામીક ઉદ્યોગકાર સુધીના વીજ કંપનીથી ત્રાહિમામ
મોરબીમાં ગોપાલ સોસાયટી પાસે આવેલ રાંદલ વિદ્યાલયમાં પ્રવેશોત્સવ ઉજવાયો
SHARE









મોરબીમાં ગોપાલ સોસાયટી પાસે આવેલ રાંદલ વિદ્યાલયમાં પ્રવેશોત્સવ ઉજવાયો
નવા વર્ષે નવી ઉર્જા સાથે શાળાઓ ધમધમવા લાગી છે ત્યારે મોરબી શહેરમાં ગોપાલ સોસાયટી પાસે પાસે આવેલ રાંદલ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓનો પ્રવેશોત્સવ ઉજવવામાં આવ્યો હતો. ત્યારે સંસ્થાના પ્રમુખ ચંદુભાઈ હુંબલ, સંસ્થાના ટ્રસ્ટીઓ મનોજભાઈ ઓગણજા, નિલેશભાઈ ચાપાણી, દિનેશભાઈ ગરચર, મોરબી જિલ્લા નાયબ શિક્ષણ અધિકારી, પી.આઈ. પી.કે. દેકાવાડીયા, પાલિકાના ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, માળીયા (મી.) પ્રભારી જ્યોતિસિંહ જાડેજા તેમજ મોરબી જિલ્લા યુવા ભાજપ મહામંત્રી જયદિપભાઈ હુંબલ સહીત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અત્રે ઉલેખનીય છે કે, રાંદલ વિદ્યાલયનું સંચાલન મોરબી શહેર ભાજપ યુવા મોરચાના ઉપપ્રમુખ રાહુલભાઈ ચંદુભાઈ હુંબલ કરી રહ્યા છે અને વિદ્યાર્થીઓના પ્રવેશોત્સવમાં હાજર રહેલા આગેવાનો તેમજ વાલીઓ સહિતનાઓનો તેમણે આભાર વ્યક્ત કર્યો હતો
