ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ: વાંકાનેર તાલુકામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપમાં જોડાયા મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ મોરબી નજીક માજી સરપંચના પતિ પાસેથી ૧૦ લાખની ઉઘરીણી કરવા માટે માર મારનારા બે સામે ફરીયાદ મોરબીની પાંજરાપોળમાં બે મહિના સુધી પશુ ન લાવવા ધારાસભ્યની લોકોને અપીલ મોરબીમાં માલધારીઓના માલઢોર પકડવાનું મનપા બંધ કરે, વાડાઓ કાયદેસર કરી આપો: કલેક્ટરને કરી રજૂઆત એક રાષ્ટ્ર,એક ચૂંટણી: વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી દ્વારા પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું
Breaking news
Morbi Today

વાંકાનેરની યુવતીને પ્રેમજાળમાં ફસાવીને વિધર્મી યુવકે દુષ્કર્મ આચર્યું


SHARE

















વાંકાનેરની યુવતીને પ્રેમજાળમાં ફસાવીને વિધર્મી યુવકે દુષ્કર્મ આચર્યું

વાંકાનેર સીટીમાં રહેતી યુવતીને એક ઇસમેં પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી હતી અને બાદમાં કચ્છ જીલ્લાના માંડવી ખાતે લઇ જઈને ત્યાં યુવતી સાથે ત્રણથી ચાર વખત યુવતીની મરજી વિરૂદ્ધ શરીર સંબંધ બાંધ્યો હતો.જોકે યુવતીએ લગ્નની વાત કરતા યુવાને લગ્ન માટે ઇનકાર કરી દીધો હતો..! હાલમાં ભોગ બનેલ યુવતીએ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવેલ હોય પોલીસે તજવીજ શરૂ કરેલ છે.

વાંકાનેર સીટી પોલીસ મથક ખાતે ભોગ બનેલ યુવતીએ સુલતાન નામના શખ્સની સામે પોલીસફ ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતુ કે થોડા દિવસો પહેલા સોશ્યલ મિડીયા થકી તેઁણી સુલતાન નામના ઇસમના સંપર્કમાં આવી હતી. બાદમાં બંને મોબાઈલ ઉપર પણ અવારનવાર વાતચીત કરતા હતા.ગત તા.૬ જુનના રોજ સુલતાન સાથે મોબાઈલમાં વાતચીત થઇ હતી. જેમાં જન્મ તારીખનો દાખલો, આધારકાર્ડ લઈને આવી જવા માટે સુલતાને કહ્યું હતું અને તેની સાથે બાઈકમાં તેનો મિત્ર નરેશ હોય જેથી ભોગ બનનાર યુવતી આરોપી સુલતાન અને તેના મિત્ર નરેશ સાથે મોરબી આવી હતી અહીથી માંડવી-કચ્છની બસમાં તેઑ માંડવી પહોંચ્યા હતા. જ્યાં રૂમમાં દસ દિવસ રહ્યા હતા તે દરમિયાનમાં ત્રણથી ચાર વખત તેણીની ઇચ્છા વિરૂદ્ધ શરીર સંબંધ બાંધ્યો હતો જો કે યુવતીએ લગ્નનું પૂછતાં સુલતાને કહ્યું હતું કે, મારી માતાએ કહ્યું છે કે, અન્ય કોઈ સમાજ સાથે લગ્ન કરીશ તો તને અપનાવીશુ નહિ. બાદમાં ભોગ બનનાર યુવતી તેમજ પ્રેમના બહાને યુવતીનું શોષણ કરનાર સુલતાન અને તેનો મિત્ર નરેશ ત્રણેય માંડવીથી એસટી બસમાં બેસીને પરત મોરબી આવ્યા હતા.બાદમાં આ મામલે ભોગ બનનાર યુવતીએ પોતાની માતાને સમગ્ર હકીકતની જાણ કરતા તેણીની માતા, ફૈબાના દીકરા અને યુવતીના મામા સહિતનાઓએ યુવતીને ફરિયાદ કરવાનું કહેતા આખરે યુવતીએ હિંમત કરીને ફરિયાદ નોંધાવી હતી. વાંકાનેર સીટી પોલીસે હાલમાં પ્રેમનો ઢોંગ રચીને યુવતીનું શોષણ કરનાર સુલતાન વિરુદ્ધ આઈપીસી કલમ ૩૭૬ (૨), એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.




Latest News