વાંકાનેરની યુવતીને પ્રેમજાળમાં ફસાવીને વિધર્મી યુવકે દુષ્કર્મ આચર્યું
કોડીનારના જંત્રાખડી ગામની ઘટનામાં આરોપીને આકરી સજાની મોરબી સમસ્ત દશનામ ગોસ્વામી સમાજની માંગ
SHARE









કોડીનારના જંત્રાખડી ગામની ઘટનામાં આરોપીને આકરી સજાની મોરબી સમસ્ત દશનામ ગોસ્વામી સમાજની માંગ
મોરબી સમસ્ત દશનામ ગોસ્વામી સમાજ દ્વારા કચ્છ મોરબી જિલ્લા સાંસદ અને પ્રદેશ ભાજપ મંત્રી વિનોદભાઈ ચાવડા તથા રાજ્યના પંચાયત મંત્રી બિજેશભાઈ મેરજા તેમજ પુર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતીયાની હાજરીમાં મોરબીની મુલાકાતે આવેલ ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીને રૂબરૂ મળીને કોડીનારના જંત્રાખડી ગામે આઠ વર્ષની ફૂલ જેવી બાળકી ઉપર દુષ્કર્મ કરી હત્યા નિપજાવી હતી તેના અનુસંધાને પરિવારને ટૂંક સમયમાં ન્યાય મળે તેમ માટે જલ્દી સંપૂર્ણ તપાસ પૂર્ણ કરીને પરીવારને ન્યાય અને ગુનેગારોને દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવે તેમજ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ડે ટુ ડે કેશ ચલાવીને ઝડપથી પરિવારને ન્યાય આપવામાં આવે તથા ભોગ બનેલ પરિવારને સરકારી સહાય આપવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ તકે ગોસ્વામી સમાજના પ્રમુખ મહંત ગુલાબગીરી તથા સમાજના આગેવાન અને પત્રકાર સુરેશગીરી ગોસ્વામી સહિતના હાજર રહ્યા હતા ત્યારે સરકાર તરફથી એવી ખાત્રી આપવામાં આવેલ કે આ બાબતે ઝડપી અને યોગ્ય નિર્ણય આપીને ગુનેગારને કડકમાં કડક સજા મળશે.
