મોરબીમાં વીજ બિલની અડધી રકમ માંગતા કાકાએ માર મારનારા ત્રણ ભત્રીજાની ધરપકડ
માળિયા (મિં)ની ૬૨.૫૦ લાખની ચોરીના ગુનામાં પોલીસે ચાર આરોપીના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર: બેની શોધખોળ
SHARE









માળિયા (મિં)ની ૬૨.૫૦ લાખની ચોરીના ગુનામાં પોલીસે ચાર આરોપીના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર: બેની શોધખોળ
મોરબી જિલ્લાના માળિયા મિંયાણા નજીક આવેલ માધવ હોટલ પાસે એસટીની બસ થોડા દિવાસો પહેલા હોલ્ટ હોવાથી ઊભી રાખવામા આવી હતી ત્યારે તે બસમાં રાપર(ભુજ)ની આંગડીયા પેઢીનો રોકડા રૂપિયા ૬૨.૫૦ લાખ લઈને મોરબીમાં આવેલ ઈશ્વર બેચર પેઢીમાં આપવા જતો હતો ત્યારે તેનો થેલો લઈને બસમાં જ મુસાફર બનીને બેઠલા બે શખ્સો નાશી ગયા હતા જેની ફરિયાદના આધારે પોલીસે હાલમાં છ પૈકીનાં ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે અને જે આરોપીને પકડવામાં આવે છે તેને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે આરોપીના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે અને રિમાન્ડ દરમ્યાન ૬૨.૫૦ લાખ રિકવર કરવાની તેમજ બાકીના બે આરોપીઓને પકડવાની તજવીજ કરશે
મોરબી જિલ્લાના માળીયા તાલુકામાં ચોરીની ઘટના સામે આવી હતી અને એસટીની બસમાં કચ્છના રાપરથી મોરબી આવતા કર્મચારીનો રોકડા ૬૨.૫૦ લાખ રૂપિયા ભરેલો થેલો લઈને બે ગઠિયા નાશી ગયા હતા જેની કચ્છના રાપરમાં હનુમાન મંદીરની પાસે રહેતા અને ઈશ્વર બેચર આંગડીયા પેઢીમાં નોકરી કરતાં મહાદેવ રામભાઈ વાઘમારે (ઉમર ૪૩)એ ફરિયાદ નોંધાવી હતી અને તા 4 ના રોજ શનિવારે સવારે એસટીની રાપરથી રાજકોટ જતી બસમાં મોરબીની ઓફિસે રોકડા ૬૨.૫૦ લાખ રૂપિયા આપવા માટે આવી રહ્યા હતા ત્યારે બસમાં જ મુસાફરની જેમ બેઠેલા બે શખ્સો તેનો રોકડ ભરેલો થેલો ચોરી કરીને નાશી ગયા છે જેની ફરિયાદ આધારે પોલીસે છ પૈકીનાં ચાર આરોપીઓની ધરપકડ કરેલ છે અને તેની પાસથી બે દેશી બનાવટની પિસ્તોલ, કાર્ટિસમ ગુનામાં વપરાયેલ બાઇક સહિતનો મુદામાલ કબ્જે કરવામાં આવેલ છે
આ મુદે એએસપી અતુલ બંસલની પત્રકાર પરિષદ યોજાઈ હતી જેમાં તેને જણાવ્યુ હતું કે, મોરબી જિલ્લા એલસીબીની ટીમ દ્વારા ચોરીની આ ઘટનાનો ભેદ ઉકેલવામાં આવેલ છે અને ચાર આરોપીને પકડવામાં આવેલ છે થોડા દિવસો પહેલા માળીયા(મિં.) નજીક હાઇવે ઉપર આવેલ માધવ હોટલે એસટીની બસનો હોલ્ટ હોવાથી બસને ત્યાં ઉભી રાખવામા આવી હતી ત્યારે માત્ર ૧૦ મિનિટમાં તકનો લાભ લઈને બસમાં બેઠેલા બે અજાણ્યા શખ્સ રોકડ રકમ ભરેલ કાળા કલરનો થેલો લઈને બસમાંથી નીચે ઉતારી ગયા હતા અને બાદમાં તે બાઈકમાં આવેલા અજાણ્યા શખ્સની સાથે નાશી ગયા હતા જેથી પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી હતી
આ ગુનામાં પોલીસે આરોપી કરણભા રમેશભા ગઢવી, ભાવેશ નીતિનભાઈ ઠક્કર, હરિપ્રસાદ ઉર્ફે હરેશ ઈશ્વરદાસ રામાનંદી રહે. રાપર કચ્છ અને સોનુંસિંગ નરેશસિંગ પરમાર રહે. હાલ રાપર મૂળ એમપી વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી પોલીસે ગુનામાં વપરાયેલ બાઈક જીજે ૦૮ સીએલ ૬૨૫૭, પાંચ મોબાઈલ, દેશી બનાવટની બે પિસ્તોલ, ૮ જીવતા કાર્ટીસ સહિતનો મુદામાલ કબજે કરેલ છે અને રોકડ લઈને ભાગી ગયેલા આરોપી સાગર ઉર્ફે છોટુ ગજરાજસિંગ તોમર અને લાલુ ગાદીપાલ કુશવાહ રહે. બંને એમપી વાળાને પકડવા માટે તજવીજ ચાલી રહી છે હાલમાં જે આરોપીને પકડેલ છે તેને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે આરોપીના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે
આર્મ્સ એક્ટના ગુનો આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર
થોડા દિવસો પહેલા રાપરથી રાજકોટ તરફ જતી એસ.ટી.બસમાં મુસાફરી કરી રહેલા આંગડિયા પેઢીના કર્મચારીનો રોકડ રકમ ભરેલ થેલો માળીયા મીયાણા નજીક આવેલ માધવ હોટલ પાસે બસ ઊભી હતી ત્યારે ચોરી કરવામાં આવ્યો હતો અને ૬૨.૫૦ લાખ રૂપિયાની ચોરી થઈ હોવા અંગેની માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ પણ નોંધાઈ હતી જેના આધારે પોલીસે તપાસ કરીને આ ગુનામાં ચાર આરોપીઓની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી બે પિસ્તોલ મળી આવી હતી જેથી હાલમાં પકડાયેલા આરોપી પૈકીનાં કણભા રમેશભાઈ ગઢવી જાતે ચારણ (ઉંમર ૨૪) રહે. માલીવાસ દરજીવાસ રાપર વાળા પાસેથી દેશી બનાવટની બે પિસ્તોલ મળી આવી હતી જેથી કરીને ૨૦૦૦૦ રૂપિયાની પિસ્તોલ અને આઠ જીવતા કારતૂસ કુલ મળીને ૨૦૮૦૦ નો મુદ્દામાલ કબજે કરેલ છે અને તેની પાસેથી સાગર ઉર્ફે છોટુ ગજરાજસિંહ તોમર જાતે રાજપૂત રહે. હાલ રાપર મૂળ રહે ગોપીગામ એમપી અને રવિન્દ્ર ઉર્ફે દિપો ટૂંડેસિંગ તોમર રહે. ગોપીગામ એમપી વાળાના નામ સામે આવેલ હોય તેની સામે પણ ગુનો નોંધી તેને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરેલ છે અને આ ગુનામાં પકડાયેલ આરોપીને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે
