મોરબીની પીપળીયા ચોકડી પાસેથી પિસ્તોલ સાથે પકડાયેલા આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર
મોરબીમાં વીજ બિલની અડધી રકમ માંગતા કાકાએ માર મારનારા ત્રણ ભત્રીજાની ધરપકડ
SHARE









મોરબીમાં વીજ બિલની અડધી રકમ માંગતા કાકાએ માર મારનારા ત્રણ ભત્રીજાની ધરપકડ
મોરબી જોન્સનગર શેરી નં-૧૧ માં રહેતા સમુનભાઈ હશનભાઈ ભટ્ટી જાતે મિયાણા (૨૦)એ મોહશીનભાઈ બસીરભાઇ ભટ્ટી, કાસમભાઈ બસીરભાઇ ભટ્ટી અને માજીદભાઈ બસીરભાઇ ભટ્ટી રહે. બધા જોન્સનગર-૧૧ વાળાની સામે ફરિયાદ નોંધાવી હતી કે, તેના પિતાએ આરોપી મોહશીનભાઈ બસીરભાઇ ભટ્ટીને લાઇટબીલના અડધા રૂપીયા આપવા કહ્યું હતું અને તેની સાથે વાતચીત કરતા હતા ત્યારે આરોપીએ એક્દમ ઉશ્કેરાઇ જઈ જેમફાવે તેમ ફરિયાદીના પિતાને ગાળો આપી હતી જેથી કરીને ફરિયાદીએ ગાળો બોલવાની ના પાડતા આરોપીએ લોખંડનો પાઇપ ફરિયાદીને માથામાં ઝીકયો હતો અને અન્ય આરોપીઓએ ત્યાં આવીને ફરિયાદી તેમજ તેના પિતાને ઢીકાપાટુનો માર માર્યો હતો અને મકાનમા રહેલ સામાન તથા ઘરવખરીના સામાનની તોડફોડ કરી નુકશાની કરી હતી અને ફરિયાદી તેમજ તેના પિતાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આ ગુનામાં પોલીસે મોહશીનભાઈ બસીરભાઇ ભટ્ટી (૨૭), કાસમભાઈ બસીરભાઇ ભટ્ટી (૨૩) અને માજીદભાઈ બસીરભાઇ ભટ્ટી (૨૫) રહે. બધા જોન્સનગર-૧૧ વાળાની ધરપકડ કરેલ છે
વાહન અકસ્માતમાં ઈજા
મોરબીના સામાકાંઠે આવેલ પાવન પાર્ક શેરી નંબર ૩ માં રહેતા પ્રવિણભાઇ કાંતિભાઈ આચાર્ય નામના ૬૫ વર્ષીય વૃદ્ધ શહેરના સામાકાંઠે આવેલ મહારાણા પ્રતાપ સર્કલ પાસેથી બાઈક લઈને જતા હતા ત્યારે તેઓના બાઇકને અજાણ્યા વાહનચાલકે હડફેટે લેતા ઇજાઓ થવાથી પ્રવીણભાઈને સારવાર માટે લઈ જવાયા હતા.જ્યારે હળવદ નજીકના ટીકર ગામે રહેતા પાલાભાઇ પુંજાભાઇ સોલંકી નામના ૬૧ વર્ષીય વૃધ્ધ મહેન્દ્રનગર ચોકડીએથી બાઈક લઈને જતા હતા ત્યારે બાઇક સ્લીપ થઇ જતા માથાના ભાગે ગંભીર ઇજાઓ સાથે તેઓને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.
યુવાન સારવારમાં
મોરબીના સામાકાંઠે આવેલા ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતો અજય નાથુભાઈ સાલાણી નામનો ૨૩ વર્ષીય યુવાન બાઈકમાં જતો હતો ત્યારે સામાકાંઠા વિસ્તારમાં પાણીના ટાકા પાસે તેનું બાઇક સ્લીપ થઇ જતા ઇજાઓ થતાં તેને સારવાર માટે ખસેડાયો હતો.જયારે મોરબીના રંગપર(બેલા) ગામે રહેતા દેવીલાલ અંગારી નામનો ૩૦ વર્ષીય યુવાન તારાપુર ચોકડી નજીક ગણેશ હોટલ પાસે ટ્રક ઉપર સૂતો હતો ત્યારે પાછળથી બીજો ટ્રક અથડાતા તે નીચે પડી જતા ઇજાઓ થવાથી તેને સારવારમાં મોરબી ખસેડાયો હતો.
