સોડા બોટલની આડમાં દારૂની હેરફેરી !: વાંકાનેર બાઉન્ટ્રી નજીકથી 4,896 બોટલ દારૂ-11,436 બીયર ભરેલ ટ્રક સાથે બે શખ્સ પકડાયા મોરબી તાલુકામાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપીના રેગ્યુલર જામીન મંજૂર કોમી એકતા: માળિયા (મી)ના સરવડ ગામે ન્યાજે હુસેન સબીલનું આયોજન મોરબી જિલ્લા સેવા સદન ખાતે સાંસદ કેસરીદેવસિંહ ઝાલાનું જનસંપર્ક કાર્યાલય શરૂ કરાયું મોરબી શહેરી અને તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ 23 જુલાઈએ યોજાશે મોરબીમાં ત્રણ દિવસની ટ્રાફિક ડ્રાઇવમાં 105 સ્કૂલ વાહનને દંડ, 14 સ્કૂલ વાહન ડિટેઇન વાંકાનેરમાં મહોરમના તહેવાર અન્વયે ત્રણ દિવસ માટે વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષની ઉજવણી અન્વયે વાંકાનેરના ચંદ્રપુર ખાતે સેમીનાર યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં કન્યા કેળવણી મહોત્સવ તથા શાળા પ્રવેશોત્સવ ૨૩ થી ૨૫ જૂન દરમિયાન ઉજવાશે


SHARE

















મોરબીમાં કન્યા કેળવણી મહોત્સવ તથા શાળા પ્રવેશોત્સવ ૨૩ થી ૨૫ જૂન દરમિયાન ઉજવાશે
 
જિલ્લા કલેકટર જે.બી. પટેલના અધ્યક્ષ સ્થાને રિવ્યું મિટીંગ યોજાઈ

આગામી તારીખ ૨૩ થી ૨૫ દરમ્યાન સમગ્ર ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં કન્યા કેળવણી મહોત્સવ તથા શાળા પ્રવેશોત્સવ યોજાશે. આ દરમિયાન સમગ્ર મોરબીમાં તમામ તાલુકાઓમાં પણ સમાંતર કાર્યક્રમ યોજાનાર છે.આ કાર્યક્રમ અંતર્ગત મોરબી જિલ્લાની ૫૮૮ સરકારી પ્રાથમિક શાળાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.જેમાં ૪૭ રૂટમાં આ શાળાઓને આવરી લેવામાં આવશે. તારીખ ૨૩ જૂનના રોજ રૂટ પૂર્ણ થયે છેલ્લી શાળામાં તમામ શાળાઓને ક્લસ્ટર રીવ્યુ બેઠક કરવામાં આવશે.તારીખ ૨૪ જૂનના રોજ રૂટ પૂર્ણ થયે સાંજે ૪ થી ૫ કલાક દરમિયાન દરેક તાલુકાના બી.આર.સી ભવન ખાતે તમામ રૂટના મહાનુભાવોની ઉપસ્થિતિમાં બ્લોક રીવ્યુ બેઠક કરવામાં આવશે.

કન્યા કેળવણી મહોત્સવ તથા પ્રવેશોત્સવ કાર્યક્રમ અંગે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને બેઠકનું આયોજન સાબરમતી હોલ, સ્વર્ણિમ સંકુલ ૧, ગાંધીનગર ખાતે કરવામાં આવેલ હતું. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ શરૂઆતથી અત્યાર સુધી શિક્ષણ ક્ષેત્ર કેવી રીતે મજબૂત થાય તે અંગે શિક્ષણ ક્ષેત્રે મહાન કાર્યો કર્યા છે. આ દરમિયાન તેમણે જાહેરાત કરી હતી કે શિક્ષણ ક્ષેત્રે ૨૧,૦૦૦ નવા ઓરડાઓ બનાવવામાં આવશે. શિક્ષણમંત્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું હતું કે સમાજનો દરેક વર્ગ સુશિક્ષિત બને તે માટે સરકારે નવા પ્રકલ્પો ઉમેર્યા છે તથા શિક્ષિત યુવાન આત્મનિર્ભર બને તે દિશામાં પ્રયત્નો કરવામાં આવશે.આ તકે મોરબીમાં કલેકટર કચેરીના સભાખંડમાં કલેકટર જે.બી પટેલની અધ્યક્ષતામાં રિવ્યું બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ત્રણ દિવસ દરમ્યાન સંબંધિત અધિકારીઓને સુચારુ આયોજન માટે સુચના આપવામાં આવી હતી. આ દરમિયાન જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી બી. એમ. સોલંકીએ મોરબી જિલ્લામાં ત્રણ દિવસ દરમ્યાન તાલુકાઓમાં યોજાનાર આ કાર્યક્રમ અંગે અધિકારીઓ સમક્ષ માહિતી રજૂ કરતા જણાવ્યું હતું કે આ કાર્યક્રમ દરમ્યાન બાળકો દ્વારા ‘આઝાદીનો અમૃત મહોત્સવ’ ‘પાણી બચાવો’ અને ‘પર્યાવરણ બચાવો’ મુદ્દાઓ પર વક્તવ્ય આપવામાં આવશે.આ બેઠકમાં કલેકટર જે.બી.પટેલ, જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ, પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી, અધિક નિવાસી કલેકટર એન.કે. મુછાર, મોરબી પ્રાંત અધિકારી ડી.એ.ઝાલા, હળવદ પ્રાંત અધિકારી એમ.એ.ઝાલા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી બી. એમ. સોલંકી, સહાયક માહિતી નિયામક ઘનશ્યામ પેડવા, સમાજ સુરક્ષા અધિકારી એ.એફ. પીપલીયા, જિલ્લા રોજગાર અધિકારી બી.ડી. જોબનપુત્રા, મોરબી જિલ્લા પ્રાથમિક સંઘ, મોરબી જિલ્લા મુખ્ય શિક્ષક સંઘ, રાષ્ટ્રિય શૈક્ષણિક મહાસંઘ સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.



Latest News