સોડા બોટલની આડમાં દારૂની હેરફેરી !: વાંકાનેર બાઉન્ટ્રી નજીકથી 4,896 બોટલ દારૂ-11,436 બીયર ભરેલ ટ્રક સાથે બે શખ્સ પકડાયા મોરબી તાલુકામાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપીના રેગ્યુલર જામીન મંજૂર કોમી એકતા: માળિયા (મી)ના સરવડ ગામે ન્યાજે હુસેન સબીલનું આયોજન મોરબી જિલ્લા સેવા સદન ખાતે સાંસદ કેસરીદેવસિંહ ઝાલાનું જનસંપર્ક કાર્યાલય શરૂ કરાયું મોરબી શહેરી અને તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ 23 જુલાઈએ યોજાશે મોરબીમાં ત્રણ દિવસની ટ્રાફિક ડ્રાઇવમાં 105 સ્કૂલ વાહનને દંડ, 14 સ્કૂલ વાહન ડિટેઇન વાંકાનેરમાં મહોરમના તહેવાર અન્વયે ત્રણ દિવસ માટે વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષની ઉજવણી અન્વયે વાંકાનેરના ચંદ્રપુર ખાતે સેમીનાર યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં ૨૪મી જૂને મોરબી ખાતે ઔધોગિક ભરતી મેળો યોજાશે


SHARE

















મોરબીમાં ૨૪મી જૂને મોરબી ખાતે ઔધોગિક ભરતી મેળો યોજાશે
 
આગામી ૨૪મી જૂનના શ્રી યુ.એન.મહેતા આર્ટ્સ કોલેજ ખાતે ઇચ્છુક ઉમેદવારોએ હાજર રહેવું

નિયામક, રોજગાર અને તાલીમના નિયંત્રણ હેઠળની રોજગાર વિનિમય કચેરી મોરબી દ્વારા તા.૨૪-૬-૨૨ ના રોજ સવારે ૧૧ કલાકે, શ્રી યુ.એન.મહેતા આર્ટ્સ કોલેજ, ભડીયાદ રોડ, નઝરબાગ રેલ્વે સ્ટેશન પાસે, મોરબી ખાતે તાલુકા કક્ષાનાં ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
 
આ ઔધોગિક ભરતી મેળામાં મોરબી જિલ્લાના ખાનગી ક્ષેત્રના વિવિધ નોકરીદાતાઓ ઉપસ્થિત રહીને વિના મૂલ્યે પસંદગીની કાર્યવાહી કરશે, જેથી ખાનગીક્ષેત્રે નોકરી મેળવવા ઇચ્છુક નોનમેટ્રીક,એસએસસી, એચએચસી આઇટીઆઇ, સ્નાતક વગેરેની લાયકાત ધરાવતા તથા ૧૮ થી ૩૫ વર્ષની ઉંમર ધરાવતા ઉમેદવારોએ તેમના તમામ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ, અધારકાર્ડ, બાયોડાટા વગેરે સાથે સ્વખર્ચે ભરતીના સ્થળે નિયત સમયે અને તારીખે અચુક ઉપસ્થિત રહેવું. આ ઔધોગિક ભરતીમેળામાં રોજગાર વિનિમય કચેરી ખાતે નામ નોંધણી નહી કરાવેલ ઉમેદવારો પણ હાજર રહી શકશે તેમ જિલ્લા રોજગારઅધિકારી-મોરબીની યાદીમાં જણાવાયું છે.



Latest News