ટંકારાના દારૂના ગુનામાં આઠ મહિને આરોપી ઝડપાયો !: જીલ્લામાં ગંભીર ગુનાના આરોપીઓ કયારે પકડાશે ?
SHARE









ટંકારાના દારૂના ગુનામાં આઠ મહિને આરોપી ઝડપાયો !: જીલ્લામાં ગંભીર ગુનાના આરોપીઓ કયારે પકડાશે ?
ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનના ગુનામાં નાસતા ફરતા આરોપીને એલસીબીની ટીમે આઠ મહિને પકડ્યો છે ત્યારે જિલ્લાના ગંભીર ગુનામાં સંડોવાયેલા આરોપીઓ કયારે પકડાશે તે સૌથી મોટો સવાલ છે
મોરબી જીલ્લામાં વચગાળાના જામીન, પોલીસ જાપ્તામાંથી તેમજ જેલ ફરારી કેદીઓ અને આરોપીને પકડવા માટે સૂચના આપવામાં આવી છે ત્યારે અને સ્પેશ્યલ ડ્રાઈવનું આયોજન કરેલ હતું ત્યારે એલસીબીના પીઆઇ એમ.આર.ગોઢાણીયાની સૂચના મુજબ સ્ટાફ દ્વારા કામ કરીને વિક્રમસિંહ બોરાણા, પુથ્વીસિંહ જાડેજા અને દશરથસિંહ ચાવડાને મળેલ ખાનગી બાતમી આધારે ટંકારા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુનામાં નસતો ફરતો આરોપી મનસુખ ઉર્ફે ટાલો કેશુભાઇ ગણાદિયા જાતે કોળી રહે. સતાપર, રામજીમંદિર પાસે, તાલુકો વાંકાનેર વાળાની ધરપકડ કરેલ છે અને આ આરોપી છેલ્લા આઠ મહિનાથી નાસતો ફારતો હતો અત્રે ઉલેખનીય છે કે, દારૂના ગુનામાં જો જિલ્લાની એલસીબી આઠ મહિને આરોપીને પકડતી હોય તો પછી ગુજસીટોક સહિતના ગંભીર ગુનામાં સંડોવાયેલા આરોપીઓ કયારે પકડશે તે સૌથી મોટો સવાલ છે
