વાંકાનેરમાં રામધામના સ્વપ્નદ્રષ્ટા જીતુભાઈ સોમાણીએ કર્યો મંદિરના ખાતમુહૂર્તના પ્રણ સાથે અન્ન-કઠોળનો ત્યાગ
SHARE









વાંકાનેરમાં રામધામના સ્વપ્નદ્રષ્ટા જીતુભાઈ સોમાણીએ કર્યો મંદિરના ખાતમુહૂર્તના પ્રણ સાથે અન્ન-કઠોળનો ત્યાગ
મોરબી જિલ્લાના વાંકાનેરમાં રામધામના સ્વપ્નદ્રષ્ટા જીતુભાઈ સોમાણી દ્વારા મંદિરના ખાતમુહૂર્તના પ્રાણ સાથે સોમવારથી અન્ન-કઠોળનો ત્યાગ કરેલ છે ત્યારે સમસ્ત રઘુવંશી સમાજ માટે ત્યાગ, સમર્પણ અને બલિદાનનો પર્યાય સમા જીતુભાઈ સોમાણીની રામધામ માટે કઠોર ટેક વહેલી તકે પૂરી થાય તેવી લાગણી વ્યક્ત કરેલ છે
સમસ્ત રઘુવંશી સમાજની એકતાના પ્રતિક સમા શ્રી રામધામના નિર્માણ માટે શ્રી રામધામ સમિતી દ્વારા જહેમત ઉઠાવવામા આવી રહી છે ત્યારે શ્રી રામધામ ના સ્વપ્નદ્રષ્ટા જીતુભાઈ સોમાણીએ જ્યાં સુધી શ્રી રામધામ મંદિરનુ ખાતમુહૂર્ત નહિ થાય તેમજ સમસ્ત રઘુવંશી સમાજ શ્રી રામધામના નેજા હેઠળ એકત્રિત નહિ થાય ત્યાં સુધી અન્ન-કઠોળ નો ત્યાગ કરવાની ભિષ્મ પ્રતિજ્ઞા લીધી છે ત્યારે સમગ્ર લોહાણા સમાજ શ્રી જીતુભાઈ સોમાણીની સમાજ પ્રત્યેની લાગણી, ત્યાગ તેમજ સમર્પણ જોઈ તેમના પ્રત્યે આદરભાવ પ્રગટ કરી રહ્યા છે.
જીતુભાઈ સોમાણી એ દેશ-વિદેશ મા વસતા દરેક રઘુવંશી સમાજને એકતાંતણે બાંધવાનુ સ્વપ્ન સેવ્યુ છે ત્યારે શ્રી રામધામની જગ્યા ન મળે ત્યા સુધી તેમણે પગરખા નહિ પહેરવાની આકરી ટેક લીધી હતી. પ્રભુ શ્રી રામ ની કૃપા, પૂ.જલારામ બાપા ના આશિર્વાદ તેમજ સદ્ગુરુ દેવ રણછોડદાસજી મહારાજ તથા પ.પૂ. મહામંડલેશ્વર ૧૦૦૮ હરીચરણદાસજી મહારાજની પ્રેરણાથી વાકાનેર-ચોટીલા બાઉન્ડ્રી પાસે જાલીડા મુકામે પવિત્ર શ્રી રામધામ માટે વિશાળ જગ્યા લેવામા આવી ત્યારે જીતુભાઈ સોમાણીએ ગુરુદેવની આજ્ઞાથી પોતાના પગ મા પગરખા પહેર્યા હતા. ત્યારબાદ સદ્ગુરુ દેવ શ્રી મહામંડલેશ્વર ૧૦૦૮ પ.પૂ. હરીચરણદાસજી મહારાજના સાંનિધ્ય મા શ્રી રામધામ મુકામે શ્રી રામ મહાયજ્ઞ નુ ત્રિદીવસીય અનેરુ આયોજન શ્રી રામધામ સમિતી દ્વારા કરવા મા આવ્યુ હતુ.
તાજેતરમા શ્રી રામધામના સ્વપ્નદ્રષ્ટા દ્વારા સમસ્ત રઘુવંશી સમાજની એકતા માટે જ્યા સુધી શ્રી રામધામ મંદિરનુ ખાતમુહૂર્ત સમસ્ત રઘુવંશી સમાજની હાજરીમા ન થાય ત્યા સુધી અન્ન તેમજ કઠોળનો ત્યાગ કરવાની પ્રતિજ્ઞા લેવામા આવી છે સામાન્ય રીતે લોકો પોતાના તેમજ પોતાના પરિવારના કલ્યાણ માટે જપ-તપ-વ્રત કરતા હોય છે અથવા ટેક રાખતા હોય છે જ્યારે જીતુભાઈ સોમાણીએ નિઃસ્વાર્થભાવે સમગ્ર લોહાણા સમાજ ના ઉત્કર્ષ માટે આકરી ટેક લીધી છે જે ખરેખર અવર્ણનીય છે. તેવું મોરબી લોહાણા સમાજના યુવા આગેવાન નિર્મિત કક્કડે જણાવ્યુ છે
