મોરબીના રવાપર નદી પાસે કારખાનામાં નિંદ્રાધીન મહિલાનું મોત નિપજાવનાર લોડર ચાલક સામે ગુનો નોંધાયો
SHARE









મોરબીના રવાપર નદી પાસે કારખાનામાં નિંદ્રાધીન મહિલાનું મોત નિપજાવનાર લોડર ચાલક સામે ગુનો નોંધાયો
મોરબીના માળીયા હાઈવે ઉપર આવેલ રવાપર નદી ગામ પાસે આવેલ એક્સપર્ટ પાર્ટીકલ બોર્ડ નામના કારખાનાની અંદર ગઇકાલે ગોઝારો અકસ્માત બન્યો હતો. જેમાં લોડર ચાલકે બે નિંદ્રાધીન મહિલાઓને હડફેટે લીધી હતી જે પૈકી એક મહિલાનું ઘટના સ્થળે જ મોત નિપજયુ હતું અને એક મહિલાને ઇજા પહોંચી હોય તેણીને હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવી હતી અને આ બનાવમાં મૃતક મહિલાના પતિની ફરિયાદ લઈને પોલીસે લોડરના ચાલકની સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે
મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના માળીયા હાઈવે ઉપર રવાપર (નદી) ગામની સીમમાં આઇટીઆઇની પાછળ આવેલ એક્સ્પર્ટ પાર્ટીકલ બોર્ડ નામના કારખાનામાં ગઇકાલે વહેલી સવારે સાડા પાંચેક વાગ્યાના અરસામાં અકસ્માત બનાવ બન્યો હતો. જેમાં લોડર ચાલકે બેદરકારી પૂર્વક તેનું વાહન ચલાવ્યું હતું અને નિંદ્રાધીન ભુરીબેન દીપકભાઈ પારઘી (ઉમર ૨૨) અને રાધિકાબેન પથુભાઈ મોહિની (ઉમર ૨૧) હાલ બંને રહે.એકસપર્ટ પાર્ટીકલ બોર્ડ મૂળ રહે.અચાવતા મધ્યપ્રદેશ વાળીને હડફેટે લીધી હતી અને ભુરીબેન દીપકભાઈ પારઘીને વધુ ઇજા હોવાથી તેનું ઘટનાસ્થળે જ મોત નિપજયુ હતું જેથી તેના ડેડબોડીને પીએમ માટે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવી હતી જ્યારે રાધિકાબેન પથુભાઈ મોહીની નામની પરિણીતાને ઇજાઓ પહોંચી હોય તેણીને સારવાર માટે ક્રિષ્ના હોસ્પિટલે લઈ જવામાં આવી હતી. આ બનાવની જાણ થતાં મોરબી તાલુકા પોલીસ મથકના ફિરોજભાઈ સુમરા દ્વારા આગળની તપાસ ચલાવવામાં આવી હતી અને હાલમાં મૃતક મહિલાના પતિ દીપકભાઈ માંગીલાલ પારઘી (ઉમર 30)ની ફરિયાદ લઈને પોલીસે લોડર ચાલક સંતોષભાઈની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
