વાંકાનેર નજીક રેલવે ટ્રેનને ઉથલાવવાના પ્રયાસમાં બે આરોપીની ધરપકડ
વાહ રે વીજ તંત્ર: મોરબીમાં પ્રિમોન્સૂન કામગીરી કરી છતાં પણ ચાર છાંટા પડતાની સાથે બે કલાક વીજ પુરવઠો ખોરવાયો
SHARE









ઉનાળાના ધોમધખતા તાપમાં વીજતંત્ર દ્વારા પ્રીમોન્સૂન કામગીરીના નામે અડધા અડધા દિવસ સુધી મોરબીમાં વીજ પુરવઠો બંધ કરવામાં આવતો હતો તેમ છતાં પણ મોન્સૂન શરૂ થતાની સાથે જ વીજ કંપનીની પ્રિમોન્સૂન કામગીરીના ધજાગરા થયા હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે મોરબી શહેરમાં માત્ર 10 મીનીટ જેટલો સમય વરસાદ પડ્યો અને બે કલાકથી મોરબી શહેરના હાર્દ સમા સનાળા રોડ, રવાપર રોડ સહિતના વિસ્તારોની અંદર વીજપુરવઠો ખોરવાયો છે
મોરબી શહેર અને આસપાસના વિસ્તારમાં આજે સાંજના સમયે વરસાદ શરૂ થયો હતો અને ભારે પવન સાથે વરસાદ શરૂ થતાની સાથે જ વીજ તંત્રની પ્રિમોન્સુન કામગીરીની પોલ ખૂલી ગઈ હોય તેવો ઘાટ સર્જાયો છે કારણકે સાડા છ વાગ્યાની આસપાસ શહેર અને આસપાસના વિસ્તારમાં વરસાદ શરૂ થયો હતો અને રાત્રીના લગભગ સાડા આઠ વાગ્યા સુધી મોરબી શહેરના સનાળા રોડ, રવાપર રોડના ઓફીસ વિસ્તાર તેમજ રહેણાંક વિસ્તારની અંદર વીજપુરવઠો ખોરવાઈ ગયો ખોવાઈ ગયો છે જેથી કરીને વિવિધ તંત્રો દ્વારા કરવામાં આવેલી પ્રીમોન્સૂન કામગીરીના ધજાગરા થઇ ગયા હોય તેવો ઘાટ હાલમાં મોરબી શહેરની અંદર જોવા મળ્યો છે અને સૌથી મોટી વાત એ છે કે છેલ્લી બે કલાકથી મોરબીમાં વીજી તંત્ર દ્વારા ઇમરજન્સી માટે લોકોને જે ફોલ્ટી સેન્ટરના નંબર આપવામાં આવેલા હોય છે તે નંબર ઉપર ફોન લાગતો નથી છેલ્લી બે કલાકથી ફોલ્ટ સેન્ટરના નંબરો વ્યસ્ત આવી રહ્યા છે જેથી કરીને વિજ તંત્ર દ્વારા આજની તારીખે પણ તંત્ર જેવો અંધેર વહીવટ કરવામાં આવે છે તેવો ઘાટ મોરબીમાં જોવા મળે છે
