મોરબી જીલ્લામાં વીજ ગ્રાહકોને ચિઠ્ઠીમાં બિલ લખીને આપવામાં આવતા ગ્રાહકોમાં આશ્ચર્ય !
મોરબીના ગાળા પાસે જર્જરિત પુલ ઉપર માલ ભરેલા કન્ટેનર સાથેનો ટ્રક લટકી ગયો !
SHARE









મોરબીના ગાળા પાસે જર્જરિત પુલ ઉપર માલ ભરેલા કન્ટેનર સાથેનો ટ્રક લટકી ગયો !
મોરબીના ગાળા ગામ થી જેતપર રોડ તરફ જવાના રસ્તા ઉપર આવતા રેલવેના વર્ષો જૂના પુલ ઉપરથી હાલમાં વાહન વ્યવહાર કાર્યરત કરવામાં આવેલ છે અને છેલ્લા ઘણા સમયથી પુલ જર્જરિત છે તો પણ તેનું રિનોવેશન કામ કરવામાં આવતું નથી અને નવો બ્રિજ પણ બનાવવામાં આવતો નથી જેથી કરીને જોખમી પુલ ઉપરથી લોકોને નાછૂટકે પસાર થવું પડતું હોય છે અને અવારનવાર નાના-મોટા અકસ્માતો પણ આ જગ્યા ઉપર સર્જાતા હોય છે દરમિયાન ગત રાત્રિનાં સમયે માલ ભરેલું કન્ટેનર લઈને ટ્રક પુલ ઉપરથી પસાર થતો હતો ત્યારે પૂલની સાઈડમાં કોઈપણ પ્રકારની આડઅસર ન હોવાથી પૂલની સાઈડમા ટ્રક ઉતરી ગયો હતો જેની તાત્કાલિક સ્થાનિક લોકો અને આસપાસના કારખાનેદારો દ્વારા ટ્રકને ક્રેનની વ્યવસ્થા કરીને મહામુસીબતે બહાર કાઢ્યો હતો અને અવારનવાર આવી રીતના અકસ્માતો સર્જાતા હોય છે ત્યારે જીવલેણ અકસ્માત ન સર્જાય તે માટે જરૂરી કામગીરી જવાબદાર અધિકારીઓ દ્વારા વહેલી તકે કરવામાં આવે તેવી ગ્રામજનોની માગણી છે
