મોરબીના ગાળા પાસે જર્જરિત પુલ ઉપર માલ ભરેલા કન્ટેનર સાથેનો ટ્રક લટકી ગયો !
મોરબીના નટરાજ ફાટક પાસેનું જોખમી હોર્ડીંગ બોર્ડ અધિકારીને કેમ દેખાતું નથી ?
SHARE









મોરબીના નટરાજ ફાટક પાસેનું જોખમી હોર્ડીંગ બોર્ડ અધિકારીને કેમ દેખાતું નથી ?
મોરબી શહેર અને આસપાસના વિસ્તારમાં ચોમાસા દરમિયાન ભારે પવન સાથે વરસાદ શરૂ થાય અને વૃક્ષો, હોર્ડીંગ બોર્ડ વિગેરે ધરાશય થતા હોય તેવું અગાઉ અનેક વખત સામે આવ્યું છે અને હાલમાં ચોમાસુ સક્રિય થઈ ગયું છે ત્યારે મોરબી જિલ્લામાં ભારે પવનના કારણે કોઈ જોખમી હોર્ડીંગ બોર્ડ નિર્દોષ વ્યક્તિ માટે જીવલેણ સાબિત થાય તે પહેલા મોરબી શહેરના મુખ્ય માર્ગો ઉપર અને હાઇવેની આસપાસમાં આવેલા જોખમી હોલ્ડિંગ બોર્ડને વહેલી તકે ઉતારી લેવામાં આવે તે જરૂરી છે તેમ છતાં પણ જવાબદાર અધિકારીઓ દ્વારા કોઈ કામગીરી કરવામાં આવતી નથી જેના કારણે આજની તારીખે પણ ઘણી જગ્યાએ મોતના માચડા સમાન આવા હોર્ડીંગ બોર્ડ લટકી રહ્યા છે મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં નટરાજ ફાટક પાસે આવી જ રીતે મૂકવામાં આવેલા હોર્ડીંગ બોર્ડમાંથી એક હોર્ડીંગ બોર્ડ જોખમી રીતે લટકી રહ્યું છે જે ત્યાંથી અવરજવર કરતા સ્થાનિક લોકોને નજરે પડે છે પરંતુ જવાબદાર અધિકારીને દેખાતું નથી જેથી કરીને આ હોર્ડીંગ બોર્ડ આગામી સમયમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થાય ત્યારે નિર્દોષ વ્યક્તિ માટે જીવલેણ સાબિત થાય તેવી શક્યતા હોવાથી વહેલી તકે આ હોલ્ડિંગ બોર્ડને ઉતરાવી લેવામાં આવે તેવી લોકોની લાગણીને માગણી છે
