મોરબીના રફાળેશ્વર પાસે માજી સરપંચના પતિને માર મારીને અપહરણ કરવાનો પ્રયાસ કરવાની ઘટનામાં હજુ કોઈ ગુનો નોંધાયો નથી ! મોરબી જલારામ મંદિરે સ્વ.દમયંતિબેન કાંતિલાલ પોપટના પરિવારના સહયોગથી નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાયો મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં ગુરૂ વંદન ઉત્સવ ઉજવાયો મોરબી જિલ્લા કરણી સેના દ્વારા પી.ટી. જાડેજા સામે કરવામાં આવેલ ખોટી કાર્યવાહીનો વિરોધ વાંકાનેરના ભેરડા ગામ નજીકથી એક વર્ષ પહેલા થયેલ બાઈક ચોરીની હવે ફરિયાદ ! મોરબીના નવા એસટી ડેપોમાં વિદ્યાર્થિનીના પગ ઉપર બસનું ટાયર ફરી જતાં અંગૂઠામાં ફ્રેકચર-બે નખ નીકળી ગયા વાંકાનેરના અણીટીંબા ગામે જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સ પકડાયા મોરબીના મહેન્દ્રનગર નજીક ટીસીમાંથી શોર્ટ લાગતાં અજાણ્યા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાંથી ઝડપાયેલ કન્ટેનર કટિંગ કૌભાંડના તાર મુંદ્રા પોર્ટ સાથે જોડાયા: છ સામે ગુનો નોંધાયો


SHARE

















મોરબીમાંથી ઝડપાયેલ કન્ટેનર કટિંગ કૌભાંડના તાર મુંદ્રા પોર્ટ સાથે જોડાયા: છ સામે ગુનો નોંધાયો

સામાન્ય રીતે સોના, ચાંદી અને રોકડની ચોરી કરવામાં આવતી હોય છે તેવું સાંભળવામલે છે પરંતુ મોરબીમાં કન્ટેનર ચોરીનું કૌભાંડ સામે આવેલ છે વાત સાંભળીને જરાપણ ચોંકી જવાની જરૂર નથી મોરબીના અમરેલી રોડ ઉપર બાવળની કાંટમાં ખુલ્લી જગ્યામાં અનઅધિકૃત રીતે કન્ટેનર ચોરી કરીને લઈને આવતા હતા અને તેનું કટીંગ કારવામાં આવતું હતું જેની એલસીબીની ટીમને હકકીત મળી હતી તેના આધારે પોલીસે હાલમાં કન્ટેનરનો ભંગાર બનાવીને વેચાતા ચાર શખ્સોની ઝડપી લીધા હતા અને ૧૩,૮૨,૯૫૦ નો મુદામાલ કબજે કર્યો હતો અને તેની તપાસમાં વધુ બે આરોપીના નામ સામે આવ્યા છે માટે તેને પકડવા તજવીજ ચાલુ છે અને આ છ શખ્સોની સામે મુંદ્રા મરીન પોલીસ સ્ટેશનમાં કન્ટેનર ચોરીનો ગુનો નોંધાયો છે

મોરબી જિલ્લામાં ચોરીના ગુનામાં આરોપીને શોધી કાઢવા માટે એલસીબીની ટીમને સૂચના આપવામાં આવી હતી જેથી પીઆઇ એમ.આર.ગોઢાણીયાની સુચના મુજબ સ્ટાફ કામ કરી રહયો હતો ત્યારે મોરબીના અમરેલી રોડ ઉપર આવેલ મહાકાળી માતાજીની દેરી પાસે રેડ કરી હતી ત્યારે બાવળની કાંટમાં ખુલ્લી જગ્યામાં કન્ટેનર ઉતારવામાં આવ્યા હતા અને અમુક ઇસમો દ્વારા કન્ટેનરનું કટીંગ કરીને તેનો ભંગાર કરી વેચવામાં આવતો હતો અને જયારે પોલીસે રેડ કરી ત્યારે સ્થળ ઉપર ચાર કન્ટેનર, ૧૧ કન્ટેનરનો કટીંગનો લોખંડનો ભંગાર, ગેસના નાના મોટા ૪ સીલેન્ડર, ગેસ કટરગન ૩ વિગેરે અને અન્ય સાધનો મળીને આવતા ૧૩,૮૨,૯૫૦ નો મુદામાલ કબજે કરવામાં આવ્યો હતો

મોરબીના ડીવાયએસપી મુનાફખાન પઠાણએ માહિતી આપતા જણાવ્યુ હતું કે, અગાઉ પોલીસે આ ગુનામાં રવિ વિનોદભાઇ પંસારા, નકુલ કરશનભાઇ મંદરીયા, મહેન્દ્ર ભરતભાઇ સોલંકી અને ફિરોજ રહીમભાઇ મમાણીની ધરપકડ કરી હતી અને તેની પૂછપરછમાં વધુ બે શખ્સ મહાવીરસિંહ ભાનુભા અને ભવ્યરાજસિંહ ઉર્ફે ભાનુભાનાં નામ સામે આવ્યા છે જેથી તેને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે અને આ ગેંગ દ્વારા મુંદ્રા પોર્ટ ઉપરથી ૨૦ જેટલા કન્ટેનરની ચોરી કરવામાં આવી છે જે પૈકીનાં ૧૧ કન્ટેનરનો ભંગાર મોરબી પોલીસે કબજે કર્યો છે મોરબી એલસીબીની ટીમે મુંદ્રા પોર્ટ ઉપરથી કન્ટેનર ચોરી કરીને તેનું કટિંગ કરીને તેના ભંગારને વેચવામાં આવતો હોવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે જેથી કરીને હાલમાં છ શખ્સોની સામે મુંદ્રા મરીન પોલીસ સ્ટેશન ખાતે ચોરીનો ગુનો નોંધીને ત્યાંની પોલીસ દ્વારા આગળની તપસ શરૂ કરવામાં આવી છે




Latest News