મોરબીમાં વિસ્ફોટક કે ભયજનક અવાજ વાળા ૨૫ જેટલા બુલેટ ડિટેઇન
SHARE









મોરબીમાં વિસ્ફોટક કે ભયજનક અવાજ વાળા ૨૫ જેટલા બુલેટ ડિટેઇન
મોરબી શહેરના જુદા જુદા વિસ્તારમાં બુલેટના સાઇલેન્સરમાં મોડીફીકેશન કરીને અવાજનું પ્રદુષણ ફેલાય તે રીતના સાઇલેન્સર બનાવીને વાહન ચાલકો વાહન ફેરવતા હોય છે જેથી કરીને તેવા વાહન ચાલકોની સામે પોલીસ દ્વારા હવે લાલા આંખ કરવામાં આવી છે અને આવા વાહન ચાલકોના વાહનોને ડીટેઇન કરવામાં આવી રહ્યા છે અને મોરબી શહેરના જુદા જુદા વિસ્તારમાંથી અંદાજે ૨૫ જેટલા બુલેટને પોલીસ દ્વારા ડીટેઇન કરવામાં આવ્યા છે
મોરબી શહેરના જુદા જુદા વિસ્તારોની અંદર બુલેટના શોખીનોની સંખ્યા વધી રહી છે તેની સાથો સાથ બુલેટના સાઇલેન્સરમાં મોડીફીકેશન કરીને તેમાંથી વિસ્ફોટક અવાજ કે ભયજનક અવાજ નીકળતા હોય અને અવાજનું પ્રદૂષણ ફેલાતું હોય તેવું ઘણી જગ્યાએ સામે આવી રહ્યું છે અને ઘણી લોકોની ફરિયાદ પણ આ બાબતે પોલીસને મળતી હોય પોલીસ દ્વારા તાત્કાલિક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને મોરબીના સનાળા રોડ, રવાપર રોડ સહિતના જુદા જુદા વિસ્તારોની અંદર વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને ત્યારે ત્યાંથી પસાર થતા બુલેટને રોકીને તેના સાઇલેન્સરમાં મોડીફિકેશન કરવામાં આવેલું છે કે કેમ તે બાબતની તપાસ કરવામાં આવે છે અને જો કોઈએ વિસ્ફોટક અવાજ કે ભયજનક અવાજ માટે મોડીફિકેશન કર્યું હોય તેવું ધ્યાન ઉપર આવે તો તે વાહનોને ડિટેલ કરવામાં આવે છે આ અંગેની માહિતી આપતા ડીવાયએસપી મુનાફખાન પઠાણે જણાવ્યુ હતું કે, અત્યાર સુધીમાં છેલ્લા બે ત્રણ દિવસમાં ૨૫ જેટલા બુલેટને ડીટેઇન કરવામાં આવ્યા છે
