મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ મોરબીમાં બેફામ ગતિએ સ્કોર્પિયો દોડાવનારા શખ્સની સામે ગુનો નોંધાયો: ગાડી કબ્જે કરીને આરોપીની શોધખોળ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વાર નવરાત્રિ નિમિતે રંગ રાત્રી મહોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં કાલે મંત્રી બ્રિજેશભાઈ મેરજા સખી મેળાનું ઉદ્દઘાટન કરશે


SHARE









મોરબીમાં કાલે મંત્રી બ્રિજેશભાઈ મેરજા સખી મેળાનું ઉદ્દઘાટન કરશે

ગ્રામીણ વિકાસ મંત્રાલય, ભારત સરકાર અને ગ્રામ વિકાસ વિભાગ, ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે સમગ્ર રાજ્યમાં સખી મેળા તેમજ વંદે ગુજરાત પ્રદર્શનનું આયોજન કરવામાં આવી રહ્યું છે. મોરબી જિલ્લાના સખી મેળો તેમજ વંદે ગુજરાત પ્રદર્શનનું એલ.ઈ. કોલેજના ગ્રાઉન્ડ ખાતે ૩૦ મી જૂન થી ૮મી જુલાઈ સુધી આયોજન કરવામાં આવ્યું છે. આ મેળાનું ઉદ્દઘાટન રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજા દ્વારા કરવામાં આવનાર છે. જેમાં વિવિધ વિભાગની ૨૦ વર્ષની વિકાસ યાત્રાનું પ્રદર્શન તેમજ સખી મંડળો દ્વારા વેચાણ તેમજ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમમાં કેન્દ્રિય રાજ્યમંત્રી ડૉ.મહેન્દ્રભાઈ મુંજપરા, કરછ-મોરબી સાંસદ વિનોદભાઇ ચાવડા, રાજકોટ સાંસદ મોહનભાઈ કુંડારિયા, જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઈ શિહોરા, હળવદ ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરિયા નગરપાલિકના પ્રમુખ કુસુમબેન પરમાર, ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ જાનકીબેન કૈલા, ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરિયા,જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન જયંતીભાઈ પડસુંબિયા સહિત અગ્રણી તેમજ જિલ્લા વહીટીતંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહેશે અને ૩૦મી જૂનથી ૮મી જુલાઈ દરમિયાન આ મેળાનો લોકોને વધુને વધુ લાભ લેવા મોરબી જિલ્લા વહિવટીતંત્ર દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે




Latest News