મોરબી પંથકમાં માનસિક અસ્વસ્થ સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ આચર્યું, ગુનો નોંધાયો મોરબીના દેવળીયા ખાતેથી પગના દુખાવાની સારવાર માટે આવેલ વૃદ્ધનું શ્વાસ ઉપડતા મોત મોરબી જિલ્લા પંચાયતની 2 બેઠક ઉપર ભાજપ-કોંગ્રેસ આમને સામને: 15 બેઠક ઉપર ત્રિપાંખીયો જંગ, 7 બેઠક ઉપર 3 થી વધુ ઉમેદવાર મોરબીના જેતપર રોડેથી સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ આચરનાર આરોપીની ધરપકડ મોરબીમાં ગંગા સ્વરૂપ સહાય સમિતિ દ્વારા પાંચમુ બ્યુટી પાર્લર સામાન્ય પરિસ્થિતિ અને વંચિત પરિવારની બહેનો માટે ખુલ્લુ મુકવામાં આવ્યું મોરબીના જેતપર રોડ ઉપરથી ચોરાઉ બાઇક સાથે એક શખ્સ પકડાયો વાંકાનેરના રાતવીરડા રોડ ઉપર કારખાના નજીક દર્દીઓની સારવાર કરતો ડિગ્રી વગરનો ડોક્ટર ઝડપાયો મોરબીમાં ટીંબડીના પાટીયે રિક્ષામાંથી પડી ગયેલા મહિલાનું સારવારમાં રાજકોટ ખાતે મોત
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં મતદારયાદી સુધારણાનો વધુમાં વધુ લાભ લેવા કલેક્ટરની અપીલ


SHARE













મોરબી જીલ્લામાં મતદારયાદી સુધારણાનો વધુમાં વધુ લાભ લેવા કલેક્ટરની અપીલ

મોરબી જીલ્લામાં મતદારયાદી સુધારણાનો કાર્યક્રમ શરૂ થવાનો છે ત્યારે તેનો જિલ્લાના લોકો દ્વારા વધુમાં વધુ લાભ લેવામાં આવે તેના માટે કલેક્ટર દ્વારા અપીલ કરવામાં આવી છે આગામી તા.૧/૧૦ ની લાયકાતના સંદર્ભે ફોટોવાળી મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ ભારતીય ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલ છે.

જે મુજબ આગામી તા.૩૧/૭ સુધી મતદાન મથકોની ભૌતિક ચકાસણી અને મતદાન મથકોની પુનઃ ગોઠવણી મતદારોની વિગતોમાં પુનરાવર્તન દૂર કરવા, ફોટાઓનું પુનરાવર્તન દૂર કરવા તેમજ ઇપિક સબંધી પ્રશ્નોનો નિકાલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે. તા.૧/૮ થી તા.૧૦/૮ સુધી ફોર્મેટ-૧ થી ૮ તૈયાર કરવા તથા ૧/૧૦ ની લાયકાતની તારીખને અનુરૂપ પૂરવણીયાદીઓ અને મુસદ્દા મતદારયાદી તૈયાર કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે. તા.૧૨/૮ ના રોજ સંકલિત મતદારયાદીના મુસદ્દા પ્રસિદ્ધ કરવામાં આવશે અને સબંધિત હક્ક-દાવા તથા વાંધા અરજી તા.૧૨/૮ થી ૧૧/૯ રજૂ કરી શકશે. આ હક્ક-દાવા તથા વાંધા અરજીઓનો તા. ૨૬/૯ સુધીમાં નિકાલ કરવાની કામગીરી હાથ ધરાશે. તા.૪/૧૦ સુધીમાં મતદારયાદીમાં હેલ્થ પેરામીટર્સની ચકાસણી અને આખરી પ્રસિદ્ધિ માટે ચૂંટણી પંચની પરવાનગી મેળવવાની રહે છે તથા ડેટાબેઝ અદ્યતન કરવાની તથા પૂરવણી યાદીઓ જનરેટ કરવાની રહે છે. મતદારયાદીની આખરી પ્રસિદ્ધિ તા.૧૦/૧૦ ના રોજ કરવામાં આવશે. આ ઉપરાંત ખાસ ઝુંબેશની તારીખો EIC દ્વારા અલગથી જાહેર કરવામાં આવનાર છે જે લોકોને બુથ પર ન જવું હોય તે લોકો NVSP,VHA નો ઉપયોગ કરી પોતાના હક્ક-દાવા રજૂ કરી શકે છે. આ બાબતે કોઇ મુશ્કેલી ઉભી થાય તો જિલ્લા કક્ષાએ ચાલતા ડિસ્ટ્રીક્ટ કોન્ટેક્ટ સેન્ટરના ૧૯૫૦ ટોલ ફ્રી નંબર પર ફોન કરી પોતાની દુવિધાનો ઉકેલ મેળવી શકશે. જેથી ઉક્ત કાર્યક્રમમાં મોરબી જિલ્લાની તમામ જનતાને ભાગ લેવા અને તંદુરસ્ત મતદારયાદી તૈયાર થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર-મોરબી જે.બી. પટેલ દ્વારા જાહેર અપીલ કરવામાં આવેલ છે.






Latest News