હળવદના સુંદરગઢ ગામેથી 500 લિટર દેશી દારૂ ભરેલ થાર-બોલેરો સહિત 15 લાખનો મુદામાલ કબ્જે: આરોપીઓની શોધખોળ મોરબીમાં વિહિપ માતૃશક્તિ દ્વારા બાલ સંસ્કાર અને સત્સંગ કેન્દ્રની શરૂઆત હળવદ ખાતે ૧૧ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે મોરબી: બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ હેઠળ લાભ લેવા આઈ-ખેડૂત પોર્ટલ 19 મી સુધી ખુલ્લુ રહેશે ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ: વાંકાનેર તાલુકામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપમાં જોડાયા મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ
Breaking news
Morbi Today

મોરબીમાં માનસીક અસ્થિર યુવાને પુલ ઉપરથી જંપલાવતા મોત


SHARE

















મોરબીમાં માનસીક અસ્થિર યુવાને પુલ ઉપરથી જંપલાવતા મોત

મોરબીના પાડા પુલ ઉપરથી યુવાને જંપલાવી દેતા તેનું મોત નિપજ્યુ હતું અને પોલીસે તપાસ કરતાં ખુલ્યુ હતુ કે માનસિક અસ્થિરતાના પગલાં યુવાને અંતિમ પગલું ભરી લીધું હતું.

મોરબીના પાડા પુલ ઉપરથી યુવાન નીચે પડી ગયો હોવાથી તેનું મોત નીપજયુ હોય તેની જાણ કલ્પેશભાઈ કણજારીયા નામના યુવાને પોલીસને જાણ કરી હતી જેથી કરીને બી ડીવીજન પોલીસ મથકના પ્રફુલભાઈ પરમાર સહિતનો સ્ટાફ દોટી આવ્યો હતો અને મૃતદેને પીએમ માટે સિવિલે ખડવામાં આવ્યો હતો.બાદમાં તપાસ કરતા ખૂલ્યું હતું કે મૃતકનું નામ રફીક રેહમતુલ્લા ગિલાણી જાતે ખોજા (૪૦) રહે.બકાલી શેરી મોરબી હોવાનું ખુલ્યું હતું અને મૃતકના લગ્ન થયેલા ન હોય અને છેલ્લા ઘણા સમયથી તેઓ માનસિક અસ્થિર હોય કોઈ કામ ધંધો કરતા ન હતા.આગલા દિવસે તા.૨૯ ની રાત્રિના ઘરેથી નીકળી ગયા બાદ તા.૩૦ ના સવારના મોરબીના પાડાપુર નીચેથી તેઓનો મૃતદેહ મળી આવ્યો હતો.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના રવાપર ગામે બોનીપાર્ક વિસ્તારની આસોપાલવ સોસાયટીમાં રહેતા કેશવજીભાઈ રણછોડભાઈ પટેલ નામના ૬૫ વર્ષીય આધેડને કાર-બાઈક અકસ્માતમાં ઇજાઓ થતા તેમને અહીંની ક્રિષ્ના હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જ્યારે મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ નળિયાના કારખાનામાં કામ કરતા ડાયાભાઈ ચૌહાણ નામનો ૩૨ વર્ષીય યુવાન નવાગામ રોડ ઉપરથી જતો હતો અને મચ્છુ ડેમ પાસે તેનું બાઈક સ્લીપ થઈ જતા ઇજાઓ થતા તેને સારવારમાં લઈ જવાયો હતો.મોરબીના જુના મકનસર ગામે રહેતા હરજીવનભાઈ વસંતદાસ મકવાણા નામના ૩૫ વર્ષના યુવાનને ગામના હનુમાન મંદિર પાસે પ્રકાશ અને વાલજીભાઈએ લાકડી વડે મારતા સારવારમાં લવાયોયો હોય તે અંગે તેણે નિવેદન દેતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.તેમજ મોરબીના માળિયા હાઇવે ઉપર એસટી બસ અને ટ્રક અકસ્માતમાં નાનીવાવડી ગામના દિલીપ ભગવાનજી મકવાણા નામના ૪૨ વર્ષના યુવાનને ઇજાઓ થતા સારવારમાં ખસેડાયો હતો.

યુવાન સારવારમાં

મોરબીના સામાકાંઠે તાલુકા પોલીસ સ્ટેશન નજીક રોડ ક્રોસ કરતા સમયે શાહરૂખ નામના યુવાનને વાહન અકસ્માતમાં ઇજાઓ તથા ૧૦૮ વડે તેને સારવારમાં ખસેડાયો હતો.જ્યારે મોરબીના વીસીપરા કુલી નગર શેરી નંબર ૨ માં રહેતા ઉમરભાઈ કાળુભાઈ મોવર નામના ૪૯ વર્ષીય આધેડને હાજીપીરની દરગાહ નજીક કાર અકસ્માતમાં ઈજા થતાં સારવારમાં ખસેડાયા હતા.




Latest News