મોરબીમાં ૪૦૦ કરોડના ખર્ચે આંતરરાષ્ટ્રીય સિરામીક પાર્ક આકાર લેશે: બ્રિજેશભાઈ મેરજા
મોરબીમાં કાલે પ્રજાપતિ સમાજનો વિદ્યાર્થી સન્માન સમારોહ તથા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે
SHARE









મોરબીમાં પ્રજાપતિ સમાજનો વિદ્યાર્થી સન્માન સમારોહ તથા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે
મોરબીમાં વરિયા પ્રજાપતિ શિક્ષણ સમિતિ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ નું આયોજન આવતી કાલ તા. ૨ ને શનિવારે કરવામાં આવ્યું છે જેમાં વિદ્યાર્થીઓની સાથે સમાજના મેડિકલ ક્ષેત્રના કોરોના વોરિયર્સ નું પણ સન્માન તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે
મોરબીમાં છેલ્લા ૧૦ થી વધુ વર્ષથી શિક્ષણ ક્ષેત્રે કામગીરી કરતુ વરિયા પ્રજાપતિ શિક્ષણ સમિતિ દ્વારા આવતી કાલે તા. ૨ ને શનિવારે સાંજે ૭:૩૦ કલાકે ભાવની પાર્ટી પ્લોટ, રચના સોસાયટી પાછળ શોભેશ્વર રોડ મોરબી ખાતે "વંદન, અભિનંદન - કોરોના વોરિયર્સ" , નામનો વિદ્યાર્થી સન્માન સમારોહ -૨૦૨૨ યોજાશે જેમાં સમાજના ધો. ૧ થી કોલેજ સુધીના ૮૦ થી વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કીટ તેમજ રોપા આપી સન્માનિત કરવામાં આવશે તેમજ કોરોના કાળમાં પોતાના જીવની પણ પરવાહ કર્યા વગર સેવા કરનાર સમાજના મેડિકલ ક્ષેત્રના ડોકટર, નર્સિંગ સ્ટાફ સહિતના કોરોના વોરિયર્સનું પણ સન્માન કરવામાં આવશે. તેમજ વિદ્યાર્થીઓ દ્વારા લોક ગીત, નાટક સહિતના જુદા જુદા સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કરવામાં આવશે.
આ ઉપરાંત અત્યારે વધતા જતા સાયબર ક્રાઇમના બનાવોથી બચવા અંગેનું પણ મોરબી પોલીસ દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે આ કાર્યક્રમમાં મોરબી થાન વાંકાનેર રાજકોટ સહિતના ગામોથી સમાજના આગેવાનો ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરશે. ઉમિયા આશ્રમ સત્યનારાયણ ગૌશાળામાં અષાઢી બીજના રોજ સવારે આઠથી ૯:૩૦ સુધી મંદિર પરિષદમાં રામલા ની રથયાત્રા ફરશે તથા ૯:૩૦ થી ૧૧ વાગ્યા સુધી આનંદના ગરબાનો કાર્યક્રમ હોય તથા ૧૧:૩૦ મહા આરતી ત્યારબાદ મહાપ્રસાદનું આયોજન મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા કરવામાં આવેલ છે તેમાં મોરબીની ધર્મ પ્રેમી જનતાને લાભ લેવા ઉમિયા આશ્રમના ટ્રસ્ટીઓ અને વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા આહવાન કરવામાં આવ્યું છે.
