માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

મોરબીમાં નવયુગ ઇન્ટરનેશનલ પ્રિસ્કૂલ દ્વારા ડોકટરો સાથે ઉજવાયો ડોક્ટર ડે


SHARE

















મોરબીમાં નવયુગ ઇન્ટરનેશનલ પ્રિસ્કૂલ દ્વારા ડોકટરો સાથે ઉજવાયો ડોક્ટર ડે

મોરબીની સૌથી વિશાળ નવયુગ ઇન્ટરનેશનલ પ્રિસ્કૂલના સ્ટુડન્ટ્સએ ૧ જુલાઇના રોજ ડોક્ટર ડે નિમિતે સ્કૂલ તરફથી આપેલ ટાસ્ક અનુસંધાને અલગ અલગ હોસ્પિટલ અને ક્લિનિક્સમાં જઇને દિવસ દરમિયાન ડોક્ટર કેવું વર્ક કરે છે તેનું  નિરીક્ષણ કરી બીજા દિવસે સ્કૂલ પર બાળકોએ ક્લાસમાં  ડોક્ટર સાથેના અનુભવો શેર કરવાનું કહેવામા આવેલ હતું સાથે સાથે બાળકો અને ડોક્ટરો એ સાથે મળીને ડોક્ટર ડે ની ઉજવણી કરી હતી જેમાં મોરબી ના ડૉક્ટરો એ ખૂબ સહકાર આપી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. નવયુગ ઇન્ટરનેશનલ સ્કૂલમાં હર હમેશા વિધ્યાર્થીઓને નવું નવું જ્ઞાન તેમજ સમાજમાં બનતી ઘટનાઓ અને વાર તહેવાર દરમિયાન તહેવારનું મહત્વ સમજાઈ તથા  સામાજિક અને સાંસ્કૃતિક રીતે બાળકોનો વિકાસ થાય તે માટે આવા અનેક અલગ અલગ ટાસ્ક આપવામાં આવતા હોય છે જેમાં નવયુગના બાળકો તથા તેમના પેરેન્ટ્સ પણ ખૂબ રસભેર ભાગ લેતા હોય છે.

યુ.એન. મહેતા કોલેજ ખાતે બીજ વિતરણ કરાયું

મોરબીની યુ.એન. મહેતા કોલેજ ખાતે પર્યાવરણ પરિવાર બીજ બેંક દ્વારા તુલસીના બીજ, ચણોઠીના બીજ, તેમજ આસોપાલવના બીજનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સમયે યુ.એન. મહેતા આર્ટ્સ  કોલેજના  પ્રિન્સિપાલ પ્રો. દંગી, પ્રો. રામ વારોતરીયા તેમજ કોલેજના વિદ્યાર્થીઓ  તેમજ  પર્યાવરણ પરિવારના સભ્ય પરમાર રૂપેશ  (કવિ જલરૂપ), પરમાર ધર્મિષ્ઠા ઉપસ્થિત રહ્યા હતાં.




Latest News