મોરબીમાં નવયુગ ઇન્ટરનેશનલ પ્રિસ્કૂલ દ્વારા ડોકટરો સાથે ઉજવાયો ડોક્ટર ડે
મોરબીના રામધન આશ્રમ ખાતે ધામધૂમથી બીજ મહોત્સવ ઉજવાયો, પરશુરામ યુવા ગૃપે કર્યુ શોભાયાત્રાનું સ્વાગત
SHARE









મોરબીના રામધન આશ્રમ ખાતે ધામધૂમથી બીજ મહોત્સવ ઉજવાયો, પરશુરામ યુવા ગૃપે કર્યુ શોભાયાત્રાનું સ્વાગત
મોરબીના સામાકાંઠે મહેન્દ્રનગર ગામે આવેલા રામધન આશ્રમ ખાતે ધીમધુમથી બીજ મહોત્સવ ઉજવાયો હતો.જેમાં ભગવાન રામદેવજી મહારાજના બીજ મહોત્સવ નિમિત્તે યજ્ઞ, નેજા ઉત્સવ, મહાઆરતી, મહાપ્રસાદ પાઠ મહોત્સવ તેમજ સાંજે ભજનનો કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમના યજમાન પદે રાજેશ પટેલ, ધવલ ડાભી, હરજીવનભાઈ પટેલ સહિતનાઓએ લાભ લીધો હતો. કાર્યક્રમને સફળ બનાવવા માટે દેવકરણભાઈ, દિલીપભાઈ કેશુભાઈ, મહાદેવભાઈ, ખીમજી બાપા સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી.રામધન આશ્રમના મહંત પૂજ્ય ભાવેશ્વરીબેનના સાનિધ્યમાં ધામધૂમથી બીજ મહોત્સવ ઉજવાયો હતો તેમ આશ્રમના મુકેશ ભગતે યાદીમાં જણાવેલ છે.તેમજ અષાઢી બીજના પાવન અવસર ઉપર મચ્છુ માતાજીની શોભાયાત્રા નીકળેલ તે શોભાયાત્રાનું પરશુરામ યુવા ગ્રુપ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતુ.આ તકે પરશુરામ યુવા ગ્રુપ પ્રમુખ રોહિતભાઈ પંડ્યા, મહામંત્રી કમલભાઈ દવે, મહામંત્રી ધ્વનિતભાઈ દવે, કોષાધ્યક્ષ નયનભાઈ પંડ્યા, લીગલ એડવાઈઝર મહિધરભાઈ દવે, ઉપ પ્રમુખ આદર્શભાઇ દવે, વિશાલભાઈ મહેતા, યજ્ઞેશભાઈ જાની, ઉદયભાઇ જોશી, સહમંત્રી શિવભાઈ જાની, વિજયભાઈ રાવલ, ગૌરાંગભાઈ દવે, નિરવભાઈ જાની, કપિલભાઈ દવે, પ્રચાર પ્રસાર પ્રમુખ જીગરભાઈ દવે, હર્ષભાઈ જાની સહીતના હોદેદારો હાજર રહ્યા હતા.
